રાજ્યસભા ચૂંટણી માં મોદીએ નવા ચહેરાની પસંદ કરી અને પ્રદેશ નેતાઓને ચોકાવ્યાં, પણ ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રને સાચવી લીધું.

અહી કોંગ્રેસના દિગ્ગજ નેતા-સાંસદ અહેમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાથી અવસાન થતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે અને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઘોષિત કર્યાં છે.પણ જો કે, વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીએ આ બંને નવા ચહેરાની પસંદગી કરી ભાજપના પ્રદેશ બધા  નેતાઓને ચોંકાવી દીધાં છે.

અત્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજ્યસભાના સભ્ય દિનેશ ત્રિવેદીએ રાજીનામુ ધરી દીધુ હતું પણ ત્યારબાદ તેઓ ગુજરાતમાં ખાલી પડેલી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરશે તેવી વાત માત્ર રાજકીય અફવા હતી.

અને આજે ભાજપ મોવડી મંડળે રાજયસભાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયાના નામની જાહેરાત કરી હતી. અને રામભાઇ મોકરિયા મૂળ વતન પોરબંદરના છે.અને તેઓ વર્ષોથી વિદ્યાર્થી પરિષદ, સંઘ અને વિશ્વ હિન્દ પરિષદ સાથે જોડાયેલા છે, બીજી વાત કે તેઓ ભાજપના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યાં છે.

અને આ તરફ, ભાજપ બશ્રીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભામાં મોકલવા નક્કી કર્યુ છે. દિનેશ પ્રજાપતિ મૂળ ડિસાના રહેવાસી છે.અને આ બંનેની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી ભાજપે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને સાચવી લીધુ છે. પણ જો કે, આ નવા ચહેરાની પસંદગી થતાં ભાજપના નેતાઓ-કાર્યકરો ને મુજવંણમાં મૂકી દીધા છે.

આ રામભાઇ મોકરિયા અને દિેનેશ પ્રજાપતિ તા.૧૮મીએ બપોરા ૧૨:૩૯ના શુભ વિજય-મુુહર્તેના સમયે ફોર્મ ભરશે તે વખતે ભાજપ સરકારના મંત્રીઓ-આગેવાનો હાજર રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *