મુંબઈ ના લીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પ્રસત્ત ભારતનો સૌથી લોકપ્રિય શો ઊલ્ટા ચશ્માએ એક નવો ઇતિહાસ રચ્યો છે જેને ૧૧ ફેબ્રુઆરીના રોજ ૩૧૦૦ હેપ્પીસોડસ પૂરા કર્યા છે.અને આ શોએ હાલમાં જ પોતાની ૧૨ વર્ષની હાસ્યમય યાત્રા પુરી કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.અને આ ભારતનો એક માત્ર પારિવારિક શો છે જેમાં વિવિધ વયોવર્ગના દર્શકોનું હાસ્ય મનોરંજન કરવા માં આવેલું છે.
આ શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે, હું ઊલ્ટા ચશ્માના દર્શકો, પ્રશંસકો અને સમર્થકોને શોને ખુબજ પ્રેમ અને સહયોગ આપવા બદલ હું આભાર માનું છું. અમે લોકડાઉન ખુલતાં જ શૂટિંગની શરૂઆત કર્યા પછી ૨૪ સપ્ટેમ્બરના ૨૦૨૦ના ૩૦૦૦ હેપ્પીસોડ્સ પુરા કર્યા હતા. અમે કરતાં બીજા ૧૦૦ એપિસોડસ પુરા કરી નાખ્યા છે. અને અમારી પ્રતિબ્ધતા પર અમે કાયમ રહીને સામાજિક મૂલ્યો સાથે શોના માધ્યમથી હંમેશાની માફક ખુશી અને સકારત્મકતાનો પ્રસાર કરીશું.
અને આ શોનો સફળતાનો શ્રેય એની સાથે જોડાયેલ સોસાયટીને પણ જાય છે જે સિરિયલની વાર્તા અને પાત્રોના માધ્યમથી દર્શાવામાં આવ્યું છે.અને આ શો આપણે ને એક જીવન માં જોડે રહી કઈ રીતે આગળ આવવું એ શીખવાડે છે.