આપણા વિદેશી રોકાણકારો (FPI) ભારતીય બજારોમાં જોરદાર મુડીરોકાણ કરી રહ્યા છે.અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ૧ ફેબ્રુઆરીએ રજૂ કરેલ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના બજેટ અંગે FPI માં ખૂબ સકારાત્મક વલણ જોવા મળ્યું છે.અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં અત્યાર સુધીમાં ૨૨,0૩૮ કરોડનું ચોખ્ખું મુડીરોકાણ કરેલ છે.
અહી ડિપોઝિટરી ડેટા અનુસાર,જોવા મળતા ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ શેરોમાં રૂ. ૨૦,૫૯૩ કરોડ રૂપિયા અને ડેબ્ટમાં રૂ. ૧,૪૪૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે,અને આ જ પ્રકારે ૧ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ચોખ્ખું રોકાણ ૨૨,0૩૮ કરોડ રૂપિયા દેખાઈ રહ્યું છે.પણ આ પહેલા જાન્યુઆરીમાં FPIએ ભારતીય બજારોમાં ૧૪,૬૫૦ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
અતિયારે ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અગાઉ ઓક્ટોબર ૨૦૨૦ માં ભારતીય બજારોમાં રૂ .૨૨,0૩૩ કરોડ, નવેમ્બર ૨૦૨૦ માં ૬૨,૯૫૧ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૦ માં રૂ. ૬૮,૫૫૮ કરોડનું રોકાણ કરેલ જોવા મળિયું હતું.