અમદાવાદ માં આવેલા સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારતીય ચલણની બનાવટી નોટો સાથે આવેલા બે શખ્સો ની સરખેજ પોલીસે ધડપકડ કરી.અને તેમની પાસેથી પોલીસે રૂપિયા ૭,૩૪,૦૦૦ ની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે.અને તેમાં બે શખ્સ સામેલ છે પણ તેમાથી વડોદરાનો એક શખ્સ હજી ફરાર છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
અહી સરખેજ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ભારતીય ચલણની બનાવટી નોટો સાથે સરખેજમાં ઉજાલા સર્કલ પાસે એકતા હોટેલ નજીક મળવા આવવાના છે. અને આ માહિતીને આધારે પોલીસે ને મળી અને તેમણે અહીં જાળ બિછાવીને શખ્સોની પકડવાની તૈયારી કરી હતી.પણ જેમાં સરખેજ ફતેવાડીમાં હરીવીલા સોસાયટીમાં રહેતા લક્ષ્મણ પાલાભાઈ બેગડા(૬૦ વર્ષ) અને સરખેજ ઉજાલા સર્કલ પાસે પાર્વતીનંદન પાર્ક ખાતે રહેતા કૃણાલ મહેશભાઈ ઠક્કર(૨૫ વર્ષ)નો સમાવેશ છે.
અને તેમની પાસેથી પોલીસે રૂપિયા. ૭,૩૪,૦૦૦ ની કિંમતની રૂ.૨૦૦૦ ની નોટો નો દરની કુલ ૩૬૭ બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે અને તે સિવાય પોલીસે તેમની પાસેથી ૩ મોબાઈલ પણ કબજે કર્યા છે.અને પોલીસે અતિયારે વડોદરાના હરણી રોડ પાસે રહેતા વિશાલ બાપુની શોધખોળ હાથ માં ધરી છે.