અમદાવાદ માં કુબેનગરમાં રહેતા અને પ્રેમમાં અંધ બનેલા યુવકે સરદારનગરમાં રહેતી પ્રેમિકા સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી.અને પ્રેમિકા ના ધરે થી ઇન્કાર કરી દીધો હતો. તે કારણ થી ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રમિકાના ફોટા એડિટ કરીને નગ્ન ફોટા પ્રેમિકાની દીકરી સહિત પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલી દીધા હતા અને એટલું જ નહી “તું પાછી નહી આવે તો ચુંબન કરતા ફોટો સગા સબંધીને મોકલી દઈશ” એવી ધમકી આપી હતી.અને આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથમાં ધરી છે.
હાલ આ કેસની વિગત એવી છે કે સરદાનગર વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષ ની મહિલાનો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કુબેનગર નો બલનગર ખાતે રહેતા ભવાનસિંહ રાઠોડ સામે ફરિયાદ નોધાવી છે કે પતિ બિમાર હોવાથી મહિલા છૂટક મજૂરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, દોઢ વર્ષ પહેલા મહિલા કેટરીંગના કામે ગઇ હતી, જ્યાં ભવાનસિંગ નામના યુવકના સંપર્કમાં આવી હતી.અને ત્યારબાદ આ યુવકે પ્રેમ સબંધ રાખવા માટે ઓફર કરતાં મહિલાએ ના પાડી હતી ત્યાર બાદ ચિઠ્ઠી મોકલીને મોબાઇલ નંબર મોકલ્યો અને ત્યારબાદ બન્ને ફોન પર એકબીજાનો સાથે વાતો કરતા હતા અને પ્રેમમાં પડયા હતા.
સમય જતાં સાથે ગાઢ સબંધ થતાં તેણે કહ્યુ કે મારે મારી પત્ની સાથે બનતું નથી છૂટાછેડા લેવાના છે તું પણ તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે તેમ કહીને યુવક મહિલાને તેની સાથે લઇ ગયો હતો, જો કે મહિલાને જાણ થઇ કે તેની પત્ની સાથે તેને સારુ બને છે,જેથી બન્નેના પરિવાર બગડે નહી માટે મહિલા ઘરે આવી ગઇ હતી ત્યારબાદ પ્રેમી મહીલાને ફોન કરીને પરત આવી કહીને ધમકી આપતો હતો.અને એટલું જ નહી તે હદ હટાવીને મહિલાના ફોટા એડિટ કરીને નગ્ન કરેલા કરેલા ફોટા મહિલાની દિકરી તથા દિકરા સહિત પરિવારના સભ્યોેને વોટ્સ એપ પર મોકલી આપ્યા હતા અને તું પાછી નહી આવે તો સગા સબંધીને ફોટા મોકલવાની આવી ધમકી આપી હતી.અને આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.