GLS યુનિવર્સીટીના આસીટન્ટ પ્રોફેસર ગીતાજંલી ચૌહાણે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આર્ટસ વિભાગના ડીન બન્યા કારણ

અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી જીએલએસ યુનિવર્સીટી કોલેજમાં 38 વર્ષીય આસીટન્ટ પ્રો.ગીતાજંલી ચૌહાણે રવિવારે બપોરના સમયે એલિસબ્રીજ પર આવીને સાબરમતી નદીમાં કુદી જવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આત્મહત્યા કરે તે પહેલા તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરતા એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ગીતાજંલી ચૌહાણ આત્મહત્યા કરે તે પહેલા જ તેમને બચાવી લીધા હતા. પોલીસ સ્ટેશન પર લાવીને તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગીતાંજલી ચૌહાણ સાબરમતી વિસ્તારમાં રહે છે અને વર્ષ 2009થી આસીટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. સપ્ટેમ્બર 2012માં તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા માટે અરજી કરી હતી અને તેમણે ગુજરાત યુનિવર્સીટીના કોમર્સ અને આર્ટસ વિભાગના ડીન ડો. પ્રદીપ પ્રજાપતિને મળ્યા હતા અને એનઓસી અને ગાઇડ આપવા માટે રજુઆત કરી હતી પણ, કોઇ કારણસર પ્રદીપ પ્રજાપતિએ નેગેટીવ એનઓસી આપી હતી અને ગાઇડ પણ આપ્યા હતા.

આમ, પાંચ વર્ષનો સમયગાળો પસાર થઇ ગયો હતો. જેથી ફરીથી ફોર્મ ભર્યુ હતું. ત્યારે પ્રદીપ પ્રજાપતિએ ધમકી આપી હતી કે તે ગુજરાત યુનિવર્સીટીમાં તેમને પીએચડી નહી જ કરવા દે. ત્યારબાદ વર્ષ 2016માં રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી અને કહ્યું હતુ કે જો તે નાણાં આપશે તો પીએચડી કરવામાં મદદ કરશે. જેથી આ અંગે ગીતાજંલીએ ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર હિમાશુ પંડ્યાને પણ જાણ કરી હતી. પણ તેમણે ગીતાજંલીને માત્ર આશ્વસન આપ્યુ હતું. ત્યારબાદ ગીતાંજલીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ સંદર્ભમાં રવિવારે પોલીસે ગુલબાઇ ટેકરા પોલીસ ચોકી ખાતે જવાબ લેવા માટે બોલાવ્યા હતા. પણ ત્યાં કોઇ પોલીસ હાજર નહોતા.જેથી પ્રો.ગીતાજંલી ટેન્શનમાં આવી ગયા હતા સતત લડાઇ કરીને થાક્યાનો અહેસાસ થતા તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતું. અને એલિસબ્રીજ પર પહોંચી ગયા હતા. તેમની વાતને ગંભીરતાને લઇને પોલીસે તાત્કાલિક ગુજરાત યુનિવર્સીટીના રજીસ્ટ્રારને પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતા અને આ બાબતે વાકેફ કર્યા હતા. આ અંગે પોલીસે ગીતાજંલીનું નિવેદન લીધુ હતુ અને રજીસ્ટ્રારે લેખિતમાં ખાતરી આપી હતી કે સાત દિવસમાં આ પ્રશ્નનો નિવેડો લાવી દેશે. તેમજ ગીતાજંલીએ લગાવેલા આરોપો અંગે પણ તપાસ કરશે. આમ, પોલીસે એક મોટી ઘટના બનતા અટકાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *