ભારત ની પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફા છેલ્લા ઘણા દિવસોથી ભારતનાં ખેડૂત લોકો માટે એક સમાચાર બની ગઇ છે. જ્યારથી તેણે ખબર પડી છે કે ભારતમાં ચાલી રહેલા ખેડૂતઆંદોલન પ્રદર્શનને તેને સાથ આપ્યો છે, અને ત્યારથી તે ટ્રોલર્સનાં નિશાના પર છે અને કેટલાક ટ્રોલર્સ તેના પર પૈસા લઇને ટ્વીટ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. અને હવે તે ટ્વિટર પર તેના ટ્રોલને કડક જવાબ આપી સામનો કરી રહી છે. અમાંડા સર્નીએ અગાઉ પેઇડ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી અને મિયા ખલિફાએ પણ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અહી ટ્રોલર્સ દ્વારા સતત મિયા ખલિફાને પૈસા લઇને ટ્વીટ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.અને જો કે આ બધી બાબતોની અસર મિયા ખલિફાને પડી રહી નથી અને તે ખેડૂત આંદોલનનાં સમર્થનમાં સતત ટ્વીટ કરી રહી છે. હવે, તેણે કહ્યુ કે, તે ત્યા સુધી ટ્વીટ કરતી રહેશે જ્યા સુધી તેને પૈસા નહી મળે.
અને આ પહેલા ટ્રોલર્સને જવાબ આપતા, અમાંડા સર્નીએ ટ્વીટ કર્યું હતુ કે, “આ ફક્ત ચીડવવા માટે છે. મારા ઘણા પ્રશ્નો છે… કોણ મને પૈસા આપી રહ્યુ છે? મને કેટલા પૈસા મળી રહ્યા છે? હું મારું ઇનવોઇસ ક્યાં મોકલુ? મને પૈસા ક્યારે મળશે? મેં ઘણા ટ્વીટ કર્યા, શું મને વધારે પૈસા મળશે? મિયા ખલિફાએ આ જ વાતને આગળ વધારતા અમાંડાનાં ટ્વીટનો જવાબ આપતા લખ્યું છે કે, જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે ટ્વીટ ચાલુ જ રાખીશું.અને ખેડૂત આંદોલનને પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વિદેશી હસ્તીઓનો ટેકો મળ્યો છે. જે બાદથી દેશમાં ઘણા લોકો આ વિદેશી હસ્તીઓને સતત ટ્રોલ કરી આ અમારી અંગત બાબત હોવાનુ જણાવી રહ્યા છે.