હાલ ચાલી રહ્યા દિવસોમાં દેશની રાજનીતિનું એપી સેન્ટર બંગાળ બનેલું છે.અને ભાજપ બંગાળનો ગઢ જીતવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. અહી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમ બાદ હવે વડાપ્રધન મોદી આજે બંગાળની મુલાકાત લેવાના છે તે સિવાય તેઓ અસમની પણ મુલાકાત લેવાના છે.
આજના પ્રવાસમાં વડાપ્રધાન અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે. એ સિવાય બંગાળમાં ઈમ્પોર્ટ ટર્મિનલનું લોકાર્પણ, દોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈન સેક્શનનું પણ લોકાર્પણ કરવાના છે. અને અહી ચૂંટણી પહેલા વડાપ્રધાન બંગાળ અને દેશને અનેક સૌગાત આપવા જઈ રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ સરકારી છે અને પ્રોટોકોલ પ્રમાણે તેમાં મુખ્યમંત્રીને નિમંત્રણ આપવામાં આવે છે. જે હેઠળ મમત બેનર્જીને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ સુત્રોનું માનિએ તો તેઓ આ કાર્યક્રમમાં સામેલ નહી થાય. મમતા બેનર્જીની ઓફિસ દ્વારા PMOને જાણ કરી દેવામાં આવી છે કે તેઓ આ સરકારી કાર્યક્રમમાં સામેલ નહી થાય.