ગાઝીપુર સરહદે ૧૪૪ ની કલમ લાગુ અને ભાવુક થઈ રડી પડેલા રાકેશ ટીકૈતની આત્મહત્યાની ધમકી॰
ત્યા ખેડૂત નેતાઓ સહિત ૪૪ સામે પોલીસની લૂકઆઉટ ની નોટીસ-પાસપોર્ટ જપ્ત કરાશે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ના ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા ફાટી નીકળ્યા હતો. પછી કૃષિ કાયદા રદ કરવા મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલમાં તડાં પડી ગયા છે. અને ભારતીય કિસાન યુનિયન સંગઠને આંદોલન સાથે છેડો ફાડી લીધા છે પછી લગભગ ૫૭ દિવસ પછી દિલ્હી-નોઈડાની ચિલ્લા સરહદ ટ્રાફિક માટે ખૂલીયો છે. અને બાગપત હાઈવે પર પણ પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખસેડી મૂક્યા.
દિલ્હીમાં હિંસાની તપાસ કરી રહેલ પોલીસે ખેડૂત નેતાઓ સહિત ૪૪ લોકો સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી છે અને તેમના પાસપોર્ટ પણ જપ્ત કરાશે. અને ખેડૂત આંદોલનના મુખ્ય સ્થળ એવા સિંઘુ અને ગાઝીપુર સરહદો પર પોલીસની બળજબરીના લીધે લગભગ બે મહિના પછી ખેડૂતો અને પોલીસ ફરી આમને-સામને આવી ગયા છે.
ભારતીય કિસાન યુનિયન સંગઠને આંદોલનને ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરતાં દિલ્હી-નોઈડાની ચિલ્લા સરહદ લગભગ ૫૭ દિવસ પછી ટ્રાફિક ખુલ્લી થઈ છે. આ સરહદના આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમના તંબુ ઉઠાવી લીધા છે.
ખેડૂતોનું આંદોલન નબળું પડતું જોઈને ઉત્તર પ્રદેશ પોલીસે પણ તાત્કાલિક ગાઝીપુર સરહદે ૧૪૪ની કલમ લાગુ કરીને ખેડૂતોને ધરણાં સ્થળ ખાલી કરવા આદેશ આપી દીધો છે. અને સરકારે અહીં વીજળી-પાણીની લાઈનો કાપી નાખી અને ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ અને અર્ધ સૈનિક દળો ઊભા કરી દીધા હતા.ગાઝીપુર સરહદ ખાલી કરવવા માટે પોલીસે કમર કસી લીધી છે.
– ખેડૂતોએ સહમતીથી ધરણાં ખતમ કર્યાનો પોલીસનો દાવો
-ઉત્તર પ્રદેશમાં આંદોલન ખતમ કરવા રાજ્ય સરકારના આદેશ કર્યો
-આંદોલન ચાલુ રાખવાની રાકેશ ટિકૈતની જાહેરાત કરી
-સિંઘુ સરહદ પર પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષની મોટી સ્થિતિ સર્જાઈ છે
-રાકેશ ટિકૈત સામે યુએપીએ હેઠળ ફરિયાદ નોંધાઈ છે