નવી દિલ્હીઃ કરપ્શન અને લોકપાલના મુદ્દે સરકાર વિરૂદ્ધ અન્ના હજારે સાથે બેઠેલાં કેજરીવાલ સહિતના લોકોએ રાજકારણમાં ઝુકાવ્યું અને આમઆદમી નામે પાર્ટી બનાવી. ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકોએ પણ આંદોલનમાંથી બનેલી પાર્ટી પર વિશ્વાસ દાખવ્યો અને દિલ્હીની કમાન તેઓને સોંપી. ત્યારે આજે 14 ફેબ્રુઆરીએ કેજરીવાલ સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયાં છે. ત્રણ વર્ષની સફળતા વ્યકત કરતાં કેજરીવાલ સરકારે અખબારોમાં પાના ભરી ભરીને જાહેરાત કરી છે. ‘ત્રણ વર્ષમાં થયો કમાલ’, ટાઈટલ સાથે છપાયેલી જાહેરાતોમાં AAPના તે કામોનો કોઈ ઉલ્લેખ નથી જેને લોકો માટે કરવામાં આવશે તેવા વાયદાઓ કરાયાં હતા. પરંતુ જાહેરાતમાં માત્ર કહેવાયું છે કે, ‘જો સરકાર ઈમાનદાર હોય, તો દરેક વસ્તુ સંભવ છે.’