સુશાંત કેસમાં ડ્રગ ચેટ સામે આવ્યા બાદ તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે સાંજે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. ત્યારપછી બુધવારે રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં બાયકુલા જેલમાં મોકલવામાં આવી છે. રીયા ચક્રવર્તીના વકીલે બુધવારે કૉર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે મંગળવારે સાંજે આ અરજી ફગાવી દીધી હતી.
અહેવાલ અનુસાર પોતાની જામીન અરજી દરમિયાન રિયા ચક્રવર્તીએ ચોંકાવનારો દાવો કર્યો છે. રીયાએ કહ્યું કે, 80 ટકા બોલીવુડ સેલિબ્રિટી ડ્રગ્સ લે છે. એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિયાએ એ દાવો પણ કર્યો છે કે તેના પર કોઈ પણ એજન્સીએ કોઈ દબાવ બનાવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેંસ એક્ટની કલમ 27A, 21, 22, 29 અને 28 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તીને વિડીયો કૉન્ફરન્સ મારફતે મેજિસ્ટ્રેટની સામે મંગળવારે રજૂ કરવામાં આવી હતી.
NCB એ પોતાની તપાસમાં દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર છે અને સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરતી હતી. જોકે રિયાની ધરપકડ બાદ કરીના કપૂર, સોનમ કપૂર, વિદ્યા બાલન, ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, સ્વરા ભાસ્કર, અભય દેઓલ, અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ જેવી બોલીવુડ સેલિબ્રિટી રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવી છે અને તેમણે રિયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
Post Views: 1,600