હાઈકોર્ટમાં થઈ PIL: અમદાવાદ કે અહમદાબાદ

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાત કરી હતી, જેના કારણે વિવાદ ઉભો થયો હતો, ત્યારે અમદાવાદના સુન્ની અવામી ફોરમ દ્વારા પણ શહેરના નામ બાબતે વિરોધ જાહેર કરવામાં આવ્યો છે. બુધવારના રોજ આ ફોરમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં PIL ફાઈલ કરીને ફરિયાદ કરવામાં આવી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘અહમદાબાદ’ના સ્થાને ‘અમદાવાદ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

PILમાં અરજી કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર અને તેની સાથે જોડાયેલી એજન્સીઓના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાં અમદાવાદ શબ્દનો ઉપયોગ હાઈકોર્ટ દ્વારા રોકવામાં આવે. આ સિવાય ડોક્યુમેન્ટ્સ, લેટરહેડ્સ અને ભારત તેમજ વિદેશની જાહેરતોમાં સ્થાપત્યો અને ઈન્ડો-સેરસેનિક આર્કિટેક્ચરને શહેરના પ્રતિક તરીકે મુકવાની માંગ કરી છે.

PILમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદનું નામ અહેમદાબાદ તેના સ્થાપક અહમદ શાહના નામ પરથી પાડવામાં આવ્યું છે. અને આ નામનું એક ઐતિહાસિક મહત્વ છે. UNESCOએ પણ 2017માં શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ આપ્યું તેમાં ‘અહમદાબાદ’ નામ લખવામાં આવ્યુ હતુ.

સુન્ની અવામી ફોરમની પીટિશનમાં લખવામાં આવ્યું છે કે, અહમદાબાદના સ્થાને અમદાવાદનો ઉપયોગ કરવો પાછલા ૬૦૦ વર્ષના શહેરના હેરિટેજ અને ઈતિહાસનું અપમાન છે. અમદાવાદ શબ્દને શહેરના ઈતિહાસ સાથે કોઈ સંબંધ જ નથી.

આ સિવાય શહેરના ડોક્યુમેન્ટ્સ અને જાહેરાતોમાં શહેરના પ્રતિક તરીકે ચબૂતરાનો ઉપયોગ કરવા બદલ પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. PILમાં દલીલ કરવામાં આવી છે કે, ચબૂતરો 19મી સદીનું પ્રતિક છે અને તેને શહેરના પ્રતિક તરીકે દર્શાવવું શહેરની વર્ષો જૂના અને અત્યંત મહત્વની ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચરનું અપમાન છે. જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ અમદાવાદની મુલાકાતે આવતા હોય છે ત્યારે આ પ્રકારનું પ્રતિક ગેરમાર્ગે દોરનારું બને છે.

એડવોકેટ પ્રિથુ પરિમલે જણાવ્યું કે, પ્રાથમિક સુનાવણીમાં ચીફ ડસ્ટિસ આર.એસ.રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલીની પીઠે અરજી કરનારની પૂછપરછ કરી અને તેમની દલીલ સાંભળી. આગળની સુનાવણી ઉનાળા વેકેશન પછી કરવામાં આવશે.

અમદાવાદ કે અહમદાબાદ?

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ ‘અહમદાબાદ’ના ઐતિહાસિક નામ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરેઆમ ચેડાં કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ છે.

શહેરના પ્રતીક તરીકે ‘ચબૂતરા’ને સ્થાન આપવાના નિર્ણયને પડકારી તેના બદલે હિન્દુ-મુસ્લિમ તથા તમામ ધર્મોની એકતાને દર્શાવનારા સ્થાપત્યને સ્થાન આપવાની પણ માંગ કરવામાં આવી છે.

આ રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે તંત્રને શહેરનું નામ બદલવા માટેની શું પ્રક્રિયા છે તે અંગેની સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કર્ણાટકમાં અલગ ધર્મની માગ કરનારા લિંગાયત હિંદુ નથી?

ભારતીય મતદારોને ફેસબુક પ્રભાવિત કરી શકે?

મદનલાલ ઢીંગરાને પિસ્તોલ કોણે આપી હતી?

અરજદારે અરજીમાં કહ્યું છે કે શહેરની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી. જેથી તેમના નામથી શહેરનું નામ ‘અહમદાબાદ’ રખાયું હતું.

ઉપરાંત અરજીમા કહેવાયું છે કે સેન્સસ દ્વારા પણ સત્તાવાર રીતે ‘અહમદાબાદ’ નામને માન્ય રાખવામાં આવ્યું છે.

તાજેતરમાં વર્ષ 2017માં યુનેસ્કોએ ‘અહમદબાદ’ શહેરને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો પણ આપ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ‘અહમદાબાદ’ને બદલે ‘અમદાવાદ’ નામનો ઉપયોગ તેના સત્તાવાર દસ્તાવેજો, લેટરહેડ્સ, જાહેરાતો સહિત તમામ જગ્યાએ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *