કચ્છના જખૌ બંદરમાંથી સમયાંતરે પાકિસ્તાની માછીમારો પકડાતા હોય છે, ત્યારે ગત માસમાં પકડાયેલા સાત પાકિસ્તાની માછીમારો સામે ફોરેન એક્ટ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જખૌના દરિયામાં ગત તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ સવારે ૧૧:૫૫ વાગ્યાના અરસામાં પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરીઅલી અકબરશા જિ.ગોઠ કરાચી ખાતે રહેતા રોશનઅલી કાસમઅલી બંગળી, અબ્દુલ આમીન મહમદ જોહર બંગળી, ફહાત મતીર રેહમાન ઉર્ફે મહમદ આરિફ અબ્દુલ રહેમાન બંગળી, શહીદહુસેન નબીહુસેન બંગળી, મહંમદ રમજાન મહેમદ સાબેર બંગળી, નોમાન અબુલકમાલ બંગળી, મુસ્તાક જલાલ અહેમદ બંગાળીને માછીમારી કરતાં પકડી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓ અલહીલાલ રજિ.નં.૧૩૧૩૩-બી વાળી બોટમાં વિના પાસ પરમિટે ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન જખૌ મરીન પોલીસે તેને પકડી પાડયા હતા જેની સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી