રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર માં રહેતા 40 વર્ષના શખ્સે મૂક-બધિર યુવતીને રૂ.10 લાખ ની લાલચ આપી તેને વેલનાથપરામાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હોવાના ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.ગામ ના રહેવાસીઓએ હવસખોરને પકડી ફટકાર્યો હતો અને તેના પગ ભાંગી નાખ્યા હતા.રાધાકૃષ્ણનગરમાં રહેતા રમેશ દેવા પરમાર (ઉ.વ.40)એ ગત 13મી માર્ચે 25 વર્ષીય મૂક-બધિર યુવતીને રૂપિયા 10 લાખની લાલચ આપી હતી અને પછી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. બપોરના એક વાગ્યા આસપાસ તે યુવતીને લઇ વેલનાથપરામાં આવેલી ઓરડીમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
બળાત્કાર પછી રમેશ દેવા પરમાર પરત રાધાકૃષ્ણનગર લઈ આવ્યો હતો. જોકે, યુવતીને રમેશ સાથે જોઇને લોકોને શંકા ગઈ હતી. આ શંકાને આધારે યુવતી પાસે હકિકત જાણવાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મૂક બધિર યુવતી કથની સાંભળી લોકો રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા લોકો રમેશ પર ધોકા લઈ તૂટી પડ્યા હતા અને રમેશના પગ ભાંગી નાખ્યા હતા. ઘવાયેલા રમેશને તેના પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે યુવતીની માતાએ અંતે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે રમેશ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, તેમણે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ રમેશ પરમાર હાલમાં હોસ્પિટલ માં છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાતાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.