વેપારીઓ માટે રાહત ના સમાચાર, વાર્ષિક 40 લાખ નું ટર્નઓવર કરનારા વેપારીઓને GST માથી મુક્તિ

નાણાં મંત્રાલયે નાના વેપારીઓ માટે ખુબજ મહત્વનો નિર્ણય લીધો છે. વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર કરનારા વેપારીઓ માટે રાહતના સમાચાર છે.નાણાં મંત્રાલયે  આ વ્યાપારીઓને GST માંથી મુક્તિ આપવા નો નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ. 1.5. કરોડના ટર્નઓવર ધરાવતા લોકો કમ્પોઝિશન સ્કીમ્સ પણ પસંદ કરી શકે છે અને 1% ટેક્સ ચૂકવી શકે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર ટ્વીટ્ કરી આ અંગે માહિતી આપી હતી.

GST કાઉન્સિલની આગામી બેઠક 27 ઓગસ્ટે યોજાશે જેમાં રાજ્યોના વળતરની ચુકવણી અને આવક ઘટાડા અંગે ચર્ચા થઈ શકે છે. આજે સોમવારે ફાઈનાન્સ મીનીસ્ટ્રીએ ઘણાબધા ટ્વીટ્સ કર્યા હતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને યાદ કરીને GSTમાં સમયાંતરે કરવામાં આવેલા ફેરફારોની વાત કરી હતી.

નાણાં મંત્રાલયે ટ્વિટ કરી જણાવ્યુ છે કે GST અમલમાં આયા થયા પછી, મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો છે. 28%ના ટેક્સ સ્લેબ હેઠળ, લક્ઝરી વસ્તુઓ અને ડેટ્રિટલ વસ્તુઓ જ રાખવામાં આવી છે. આ ટેક્સ સ્લેબ હેઠળ 230 વસ્તુઓ હતી, જેમાથી આશરે 200 વસ્તુઓને હટાવીને ઓછી ટેક્સ સ્લેબમાં મુકવામાં આવી હતી.

આ પહેલા સિનેમા ટિકિટ પરનો GST 35% થી 110% હતો. ત્યારબાદમાં તેમાં ઘટાડો કરીને 12 થી 18% કરવામાં આવ્યો હતો. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ GSTના 0-5%ના ટેક્સ સ્લેબમાં છે. રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામોના ટેક્સ દર ઘટાડ્યા અને હવે તે 5% અને 1%ના સ્લેબમાં છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સાબુ વગેરે સામાન્ય વપરાશની વસ્તુઓને 29.3%ના ટેક્સ સ્લેબથી નીચે લાવીને 18%ના સ્લેબમાં લાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *