પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર 5 પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

ભારત-પાકિસ્તાન સરહદ પર 5 પાકિસ્તાની ઘૂસણખોરોને BSFના જવાનોએ ઠાર કરી દીધા છે. પંજાબના તરણ તારણથી પાંચ પાકિસ્તાની સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે BSFની 47 બટાલિયને પાંચેય ઘૂસણખોરોને ઠાર કરી દીધા હતા.આ ઘૂસણખોરો પાકિસતાની આતંકી છે કે સ્મગલર તે માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

BSF દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરણ તરણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ઘુસણખોરોએ BSFના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેથી જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
BSFના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી AK-47, એક પિસ્તોલ અને એક પીઠ્ઠુ બેગ મળી આવી છે. શસ્ત્રો અને બેગ કબજે કરી વધુ તપાસહાથ ધરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાંપતો બંદોબસ્ત વધારી દેવાયો છે. BSFના જવાનો તત્પરતાથી ઘુસણખોરીના પ્રયાસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પહેલા આતંકવાદીઓએ ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. તેને રોકાવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે બેરીકેડ્સ પાર કરી દોડવા લાગ્યો હતો. જ્યાં ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલા ઘૂસણખોરોને BSFના જવાનોએ ઠાર માર્યા હતા. આ પહેલા પણ BSFએ પાકિસ્તાન દ્વારા દિવસ દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે, રાત્રિ દરમિયાન આ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રથમ વખત પ્રયાસ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *