અમદાવાદ ATSની ટીમ પર મુંબઈના શાર્પ શૂટરોએ કર્યું ફાયરિંગ

અમદાવાદ માં માંડ કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે અને એવામાં અમદાવાદમાં ATSની ટીમ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર દેશમાં અમદાવાદ ATS પોલીસનું ખૂબ નામ છે. અમદાવાદ ATS થી મોટામાં મોટા આરોપીઓ પર ગભરાય છે. તેવી ATS ટીમ પર ફાયરિંગ થયું છે.

મળેલ માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલ રિલીફ રોડ પર ગઈકાલે રાત્રે શાર્પ શૂટરો દ્વારા અમદાવાદ ATS ની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ATS પર ફાયરિંગની ઘટનામાં મુંબઈના શાર્પ શુટરોનું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર, અમદાવાદ ATS ટીમ પર ફાયરિંગ કરવા માટે મુંબઈના શાર્પ શૂટરોને પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *