વિરમગામમા 21 વર્ષીય માનસિક બીમાર છોકરીનુ 5 નરાધમોએ રિક્ષામા અપહરણ કરી સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. 5 નરાધમોએ છોકરીનુ રિક્ષામા અપહરણ કરી શહેર બહાર ઝાડીઓમાં લઇ જઇ છોકરી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. છોકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં 5 નરાધમો સામે અપહરણ અને સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાને લઇને થોડાક જ કલાકોમાં 3 આરોપીઓની અટકાયત કરી મેડીકલ અને કોરોના ટેસ્ટની તપાસ સહિત વઘુ કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદને અનુસાર, શહેરના કાસમપુરા પાસે રહેતા પરિવારની સૌથી નાની 21 વર્ષીય દિકરીના લગ્ન કડી તાલુકના ગામમાં થયા હતા પરંતુ યુવતીને માનસિક તકલીફ હોવાથી છુટાછેડા થઇ ગયેલ છે અને તે પોતાના માતા-પિતા સાથે રહે છે.
વિરમગામ શહેરની હોસ્પિટલમાં યુવતીની માતા સફાઇનુ કામ કરે છે ગત 15 ઓગસ્ટના રોજ રાત્રે માતાને કામથી મોડુ થઇ ગયું હોવાથી ઘરેથી છોકરીના ભાઈએ માતાને ફોન કરી કહ્યું કે દિકરી લગ્નમા જમવા ગઈ છે અને તેમ કહીને નીકળી હતી કે તે ઘરે આવેલ પછી માતા પાસે જવુ છે. ત્યારબાદ માતા અને દિકરાએ તેની શોઘખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન એક રિક્ષા નીકળી તેમા જોતા છોકરી રિક્ષામાં પાછળ બેસી હોય તેમ લાગ્યુ હતું અને રિક્ષા ચલાવનારને માતાએ નામથી ઓળખતા હતા. અને એવામાં રિક્ષા પુરઝડપે ચલાવતા પાછળ પીછો કરતા પણ આગળ જતા કોઇ પતો નહોતો લાગ્યો. જોકે મોડી રાત્રીએ 12:30 કલાકે માતા અને દિકરો ઘરે આવતા રહ્યા અને પછી ફરીથી માતા પુત્ર અને અન્ય પુત્રીએ શોઘખોળ શરૂ કરી હતી. બાદ તેમના ઘરેથી પુત્રવધુએ ફોન કરી જણાયું કે છોકરી ઘરે આવી ગયેલ છે.
ઘરે આવીને માતાએ છોકરીને પુછ્યુ કે તુ રિક્ષામા ક્યાં જતી હતી. તો યુવતીએ કહ્યું કે હુ સગાને ત્યાં લગ્નમાં જમવા ગઈ હતી. ત્યાંથી ઘરે આવી પછી માતા જોડે દવાખાને ચાલીને જતી હતી તે વખતે રાત્રે 11 વાગ્યે રાહુલ પાંચાભાઇ ભરવાડ નામના નરાધમે રિક્ષા ઉભી રાખી યુવતીને પુછ્યુ કે ક્યાં જાય છે રિક્ષામા બેસવા જણાવ્યુ હતું, ત્યારબાદ યુવતીએ રિક્ષામા બેસવાની ના પાડતા બળજબરીથી ઘક્કો મારી રિક્ષામા બેસાડી અને મુનસર તળાવના પાછળના ભાગે આવેલ ઇદગાહ પાછળ ઝાડીયાઓ માં લઈ ગયો. જ્યાં રિક્ષા સાઇડમાં ઉભી રાખી યુવકે યુવતી સાથે દૂષ્કર્મ આચર્યું બાદ માં અન્ય યુવકે ફોન કરી અન્ય ઈસમોને બોલાવી યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીની માતા શહેર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને સામુહિક દૂષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી છે. જેમા આરોપી (1) રાહુલ પાંચાભાઇ ભરવાડ, (2)મફાભાઇ પાંચાભાઇ ભરવાડ (3)દશરથભાઇ રાજાભાઇ ભરવાડ (4) લાખાભાઇ વનાભાઇ ભરવાડ અને અન્ય (5) અજાણ્યા માણસ તમામ રહે. રામમહેલ મંદિર પાસે, વિરમગામ સામે ગુન્હો નોંઘાયો છે.
પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી પ્રથમ 3 આરોપીઓને થોડાક જ કલાકોમાં ઝડપી લીધા હતા અને તેઓને મેડીકલ ચેકઅપ અને કોરોના ટેસ્ટને લઇને આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બાકી આરોપીઓ ને ઝડપવા તપાસ હાથ ધરી છે.