અમદાવાદ-સુરત રુટ ની એસટી અને ખાનગી બસ સેવા સાત દિવસ રહેશે બંધ

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે સુરત અમદાવાદ એસટી રૂટને લઈને આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ST વિભાગ દ્વારા અમદાવાદ-સુરત રૂટની ST અને ખાનગી બસોને આજથી સાત દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને લઈ ઉચ્ચકક્ષાએ મંત્રણા કર્યા બાદ અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી વાહન, ટ્રક, માલવાહક વાહનો ચાલુ રહેશે.

સુરતમાં કોરોના સંક્રમણ માં ઝડપથી વધારો થતા ઉચ્ચકક્ષાએ આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એસટી બસ તેમજ ખાનગી બસોનું સંચાલન અત્યારે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આવનાર 7 દિવસ ફરીથી ST બસો તેમજ ખાનગી બસોનું સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ST નિગમ દ્વારા અમદાવાદ થી સુરત અવાર જવર કરતી બસોનું સંચાલન 14 ઓગસ્ટથી વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલૂ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં એસટી, ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *