વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી અંગે 10 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુયલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના મહામારી અંગે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ટેસ્ટિંગ ની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ટેસ્ટિંગની સંખ્યા વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી છે. દેશમાં સરેરાશ મૃત્યુ દર પહેલા પણ વિશ્વની સરખામણીએ ઘણો ઓછો હતો અને સંતોષની વાત એ છે કે હજુ પણ મૃત્યુ દર સતત વધુ નીચો જઈ રહ્યો છે. રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે મતલબ કે આપણા પ્રયત્નો સિદ્ધ થઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યુ કે, લોકોનો વિશ્વાસ વધ્યો છે અને કોરોનાનો ભય પણ ઓછો થયો છે. આપણે મૃત્યુ દરને એક ટકા કરતા પણ નીચે લઈ જવાનો જે લક્ષ્ય રાખ્યો છે તેને હાંસલ કરવા પ્રયત્ન કરો. વડાપ્રધાન મોદીએ આરોગ્ય સેતુ એપની પ્રશંસા કરતાં જણાવ્યું કે આરોગ્ય સેતુ એપની મદદથી કોરોના સંક્રમિત દર્દીઓને ટ્રેક કરવામાં ઘણી મદદ મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યુ કે, 72 કલાકમાં બીમારીની જાણ થઈ જાય તો જોખમ ઘટી જાય છે. આજે 80 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાંથી છે. કોરોના સામેની લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા ખૂબ મોટી છે. આજે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે. જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછો છે અને જ્યાં પોઝિટિવિટી રેટ વધારે છે તે રાજ્યો માં ટેસ્ટિંગ વધારવાની જરૂર સામે આવી છે. ખાસ કરીને બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવા ભાર આપવાની વાત કરવામાં આવી છે. PM મોદીની છેલ્લા 5 મહીનાઓમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ સાતમી બેઠક હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારો અત્યાર સુધીનો અનુભવ છે કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને સર્વેલન્સ કોરોના વિરૂદ્ધના સૌથી પ્રભાવશાળી હથિયાર છે. હવે જનતા પણ આ વાતને સમજી રહી છે અને લોકો સહયોગ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *