ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું, રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી સૌથી મોટી જાહેરાત

રક્ષા મંત્રી રાજનાથસિંહે આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં સૌથી મોટી જાહેરાત કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે,  વિદેશમાંથી આયાત કરાતા 101 રક્ષા ઉપકરણો પર પ્રતિબંધ લગાવાય રહ્યો છે. આ સાધનોને હવે ભારત માં જ તૈયાર કરવામાં આવશે. તેનો હેતુ દેશના રક્ષા બજારને મજબૂત કરવાનો છે. આ ઉપકરણોને રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાન દ્વારા તૈયાર ડિઝાઈનની મદદ લેવાશે. તેને ત્રણેય સેનાની જરૂરિયાતના આધારે તૈયાર  કરવામાં આવશે.

લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ ખાતે ચીન સાથેના તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિહની આ જાહેરાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ મંત્રાલયે ટ્વિટ કરીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 10 કલાકે મહત્વની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સંરક્ષણ મંત્રી ચીનથી આયાતને લઈ નેગેટિવ યાદી સંદર્ભે કોઈ જાહેરાત કરશે તેવી અટકળો થવા લાગી હતી. હથિયારોના પ્રોડક્શનને લઈ ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવા દર વર્ષે આ પ્રતિબંધોનો વિસ્તાર કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.

http://

 

http://

 

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે, તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત બાદ વધુ પ્રોડક્ટસની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અત્યારે જે નિર્ણય લેવાયો છે તે 2020 થી 2024ની વચ્ચે લાગૂ થશે. 101 પ્રોડક્ટસની યાદીમાં આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ્સ (AFVs)પણ સામેલ છે. મંત્રાલયે 2020-21 માટે ફાઇનાન્સ ખરીદી બજેટને સ્થાનિક અને વિદેશ રૂટમાં વહેંચી દીધું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જ અંદાજે 52000 કરોડ રૂપિયાનું અલગ બજેટ તૈયાર કર્યું છે.

કેન્દ્ર સરકાર તરફથી બોર્ડર પર સેનાને ‘ફ્રી-હેન્ડ’ મળ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ છે કે સેના કોઇપણ સ્થિતિ માટે તૈયાર રહે. હાલ સરહદ પર ભારત અને ચીન બંનેના હજારો સૈનિકો ભારે ભરખમ દારૂગોળા સાથે તૈનાત છે. તણાવ ઓછો કરવા માટે બંને દેશોની વચ્ચે મિલિટ્રી અને ડિપ્લોમેટિક, બંને ચેનલ્સ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *