ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલના ભાઇ ગૌતમ પટેલે આપઘાત કર્યા ની ઘટના સામે આવતા ભારે હલચલ મચી ગઇ છે. મહેસૂલ મંત્રીના 65 વર્ષના ભાઇએ શિલજમાં આવેલ પોતાના શાલીન બંગ્લોઝમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરવા પાછળ નું કારણ હજુ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોચી જરૂરી તપાસ હાથ ધરી છે.
રાજ્યના મહેસૂલ મંત્રીના ભાઈએ આત્મહત્યા કરી લેતાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગૌતમભાઈ પટેલે બંગલાના ઉપરના માળે જઈ આપઘાત કર્યો હતો. આ સમયે ઘરમાં તેઓનો પુત્ર અને પુત્રવધુ પણ હાજર હતા. પોલીસે પરિવારના સભ્યો નું નિવેદન લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.