ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરનો આજે પ૬મો જન્મદિવસ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની 2 ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના કરવામાં આવી હતી.આજે ગાંધીનગર નો 56મો જન્મદિવસ છે. એક સમયે સેક્ટરોમાં સીમિત રહેલું ગાંધીનગર હવે રાંધેજા, પેથાપુરથી લઇને ભાટ અને ખોરજ સુધી વિસરાયેલ છે. ત્યારે રવિવારે ગાંધીનગરના જન્મદિવસની ઉજવણી કોરોના મહામારીને કારણે પરંપરાગતરીતે નહીં કરવામાં આવે. પરંતુ રાત્રીના સમયે નગરજનો ઘરઆંગણે દિવા પ્રગટાવીને જન્મદિવસ મનાવશે.

ગુજરાત રાજ્યની અલગ રચના થઈ ત્યારબાદ પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ ગુજરાતનું પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે રાખવામા આવી હતી. ગાંધીનગરની રચનામાં અલગ અલગ ૧૨ ગામોની ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકટર ખેતીની જમીન તેમજ ૫૦૦૦ એકર ગૌચર ખરાબાની કિંમતી જમીન વાપરવામાં આવી હતી. ૧લી મે, ૧૯૭૦થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-૨૯ અને સે-૨૮માં વસવાટ શરૂ થયો હતો. શરૂઆતમાં માળખાકીય સુવિધાઓના અભાવ વચ્ચે આજદિન સુધી અનિયમિત રહેલા વિકાસ અને પ્રગતિમાં ગાંધીનગરનો આજે ર-૮-૨૦૨૦ના રોજ ૫૫ વર્ષ પુર્ણ કરી ૫૬મો સ્થાપના દિવસ છે.

ગાંધીનગર માં એક સમયે પાણીના ભાવે જમીનો સરકારે આપી હતી. ત્યારે આ જ જમીનના હાલ કરોડો રૂપિયા ઉપજી રહયા છે. એટલું જ નહીં નગરજનોના મિજાજ સાથે સતત ગાંધીનગરની ઓળખ પણ બદલાઈ રહી છે. સતત ફાઈલોમાં અટવાયેલા રહેતાં કર્મચારીઓની આ નગરીએ પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ ઉભી કરી છે. સાથેસાથે જ્ઞાાનની બાબતમાં પણ ગાંધીનગર મેટ્રોસીટીને પાછળ કરી રહી છે. આંધીનગર, ધુળિયાનગર અને કર્મચારીનગર તરીકેની ઓળખ ભુસંવા ફૂલોની નગરથી લઇ ગ્રીન સીટી સુધીના બિરૂદ મળી ચૂક્યા છે.તેમજ સમગ્ર ભારતમાં સૌથી હરિયાળા નગર તરીકે ગાંધીનગર ખ્યાતિ પામેલું છે. ત્યારે ગાંધીનગર તેમજ તેની આસપાસ વ્યાપારી સંકુલો અને મેડીકલ કોલેજથી લઇને અદ્યતન રાષ્ટ્રીયકક્ષાની યુનિવર્સિટી સુધીની શૈક્ષણિક સંસ્થાઓથી ગાંધીનગર હવે એજ્યુકેશન હબ પણ બની ગયું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં રાંધેજા, પેથાપુરથી લઇને ભાટ તથા ખોરજ -ઝુંડાલ સુધીના ગામો સમાઇ ગયા છે. આમ, નગર જેમ જેમ ઉંમરથી મોટું થઇ રહ્યું છે તેમ તેમ વિસ્તારની દ્રષ્ટીએ પણ ગાંધીનગર મોટું થતું જોવા મળે છે

શહેર વસાહત મહામંડળના અરૂણ બુચે કહ્યું હતુ કે, આ વખતે GEB ખાતે ઉજવણી થઇ શકે તેવી સ્થિતિ નથી ત્યારે દરેક નજરજોને પોતાના ઘરઆંગણે સાંજના સમયે દિવા પ્રગટાવી શહેરના જન્મદિવસની ઉજવણી કરવા અપિલ કરી છે. આ અપિલને પગલે નગરજનો રવિવાવે રાત્રે ઘરઆંગણે દિવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *