ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના 65 માં જન્મદિવસે રાજકોટમાં 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગરની સરખામણીએ રાજકોટ હરિયાળીની વ્યાપકતા માં ઘણું પાછળ છે. રાજકોટમાં હરિયાળીનો વ્યાપ અંદાજ માત્ર ચાર ટકા જ છે. ત્યારે 156.16 એકર જમીનમાં ગ્રીન બેલ્ટ વિકસાવવાની સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.
રાજકોટમાં આવેલ આજી નદીના કાંઠે 47 એકરમાં અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.તેમજ 5 ઓગસ્ટે રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં નિર્માણ કરવામાં આવેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું કે,47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઈ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્ક્રુતિક વન માં નક્ષત્ર વન, તીર્થકર વન,અને રાશિ વન માનવ જીવન ના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવીભગ્ન માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. તેમજ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે.