મુખ્યમંત્રી વિજય રૂપાણી 65માં જન્મદિન નિમિતે 1 લાખ સુધીની લોનના અરજદારોને કરશે ચેકનું વિતરણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના 65માં જન્મદિન નિમિતે રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે આપત્તિગ્રસ્ત થયેલ લોકોને ધંધારોજગાર માટે બે ટકાના વ્યાજ દરે રૂા. 1 લાખની લોન આપવાની યોજના અંતર્ગત 5 જણને ટોકન ચેકનું વિતરણ કરશે.

રાજકોટ નાગરિક સહકારી બૅન્કમાં આ યોજના અંતર્ગત 10,000 અરજદારોએ લોનની અરજી કરી છે. આ અરજીઓ પટે રૂા. 100 કરોડની લોનનું વિતરણ કરવામાં આવશે. લોનનું વિતરણ કરતાં પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે રાજકોટમાં જ રાજ્યકક્ષાના વનમહોત્સવનો શુભ આરંભ કરાવશે. ત્યારપછી 1 લાખની લોન માટે અરજી કરનાર 10,000 માથી 5 લોકોને ટોકન ચેક નું વિતરણ કરીને યોજનાનો આરંભ કરાવશે.

મળેલ માહિતી અનુસાર, સમગ્ર ગુજરાતની સહકારી બૅન્કોમાં આ યોજના હેઠળ અંદાજિત 50,000થી વધુ અરજદારોએ રૂા. 500 કરોડની લોન માટે અરજીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જન્મ દિવસે બપોર પછી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ સાથે સુરત જવા રવાના થશે. અને સુરતમાં તેઓ કોરોના માટે ખાસ તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સુરતના કલેક્ટર સહિત અન્ય અધિકારીઓએ તેમજ હોસ્પિટલના ડોક્ટર સાથે મળીને કોરોનાના કહેર ને નિયંત્રણ કરવા માટેના જરૂરી પગલાં લેશે. તે ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *