સુરત માં મહિલા વકીલે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, બે મહિના પહેલા થઈ હતી સગાઈ

સુરત શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઈ આત્મહત્યાકરી છે. પોલીસ તપાસમાં મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવતા ઘણી ચકચાર મચી જવા પામી છે. જેથી હાલ આપઘાતનું કરવા પાછડ નું કારણ પણ અકબંધ છે.

સુરતના અમરોલી વિસ્તાર સ્થિત શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા(ઉ.વ.27) પરિવાર સાથે રહેતી હતી અને વકીલ હતી. ગતરોજ સવારે ઘરમાં ફોન પર વાત કરતા કરતા બેડરૂમમાં ગઈ હતી. ત્યારબાદ આ મહિલા વકીલે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય બાદ પરિવારજનોને ધૃતિ બેડરૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી.આ ઘટના અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા વકીલે આપઘાત કરતા પહેલા તેણે પોતાનો ફોન ફોર્મેટ મારી દીધો હતો. જેથી તે કોની સાથે ફોન પર વાત કરી રહી હતી તે જાણવા મળ્યું નથી. તેના આપઘાતનું કારણ પણ હાલ અકબંધ છે.મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેના પિતા હીરા દલાલ છે. મૃતક મહિલાની અન્ય બે બહેનો અને એક ભાઈ છે. બે મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *