સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ માં EDએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ નોંધ્યો કેસ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ માં રિયા ચક્રવર્તી ની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. ઈડી એ શુક્રવારે રિયા અને તેનાં પરિવાર વિરુદ્ધ બિહાર પોલીસની ફરિયાદનાં આધારે પૈસા પડાવવનો કેસ નોધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, EDએ તેમના દ્વારા નોધેલ ફરિયાદમાં પૈસા પડાવવાનાં આરોપ (PMAL) મુજબ અપરાધિક ગુનો નોંધવા રિયા અને અન્ય કેટલાંક લોકો વિરુદ્ધ બિહાર પોલીસ દ્વારા દાખલ ફિરયાદની જાણકારી લીધી હતી.

અધિકારીઓ દ્વારા મળેલ માહિતી અનુસાર, બિહાર પોલીસે તેમની ફરિયાદમાં દાખલ આરોપીઓ વિરુદ્ધ પ્રવર્તન મામલા સૂચના રિપોર્ટ (ECIR) દાખલ કરી હતી. સત્તાવાર સૂત્રોનાં જણાવ્યાં મુજબ રિયા તેમજ અન્ય કેટલાંક લોકોની આ કેસમાં જલદી જ પૂછપરછ કરવામાં આવી શકે છે. મળેલ માહિતી અનુસાર, EDએ ફરિયાદનું અધ્યયન કરવાં અને સુશાંતની આવક, બેંક ખાતા તેમજ કંપનીઓ અંગે તમામ જાણકારી મેળવ્યા બાદ મામલાને તેમનાં હાથમાં લીધો છે.

ED દ્વારા સુશાંતનાં પૈસા અને ખાતાની કથિત હેરાફેરીનાં આરોપીની તપાસ કરવામાં આવશે. અધિકારીઓનાં દ્વારા મળેલ માહિતી મુજબ, એજન્સી આ વાતની તપાસ કરશે કે શું કોઇએ સુશાંત સિંહ રાજપૂતની આવકનો ઉપયોગ તેનાં પૈસા પડાવવા કે પછી ગેરકાયદે સંપત્તિ બનાવવા કર્યો છે.

બિહાર પોલીસની આ ફરિયાદમાં સુશાંતનાં પિતા કે કે સિંહે રિયા અને તેનાં પરિવારનાં સભ્યો પર તેનાં દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વચ્ચે 28 વર્ષીય રિયા વિરુદ્ધ દાખલ પ્રાથમિકી પર ચુપ્પી તોડતા ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું. તેણે તેનાં વકીલનાં માધ્યમથી એક વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે, તેને ભગવાન પર અને કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *