ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સ્કૂલના શિક્ષકોની વ્હારે આવ્યા છે. ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેનો જૂનો ઠરાવ યથાવત રાખ્યો છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શિક્ષકોને પગાર આપવા અંગે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે.
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ સરકારને જણાવ્યું હતું કે, સરકાર શિક્ષકોના પગાર માટે અલગ ફંડની વ્યવસ્થા કરે.જેથી સરકાર અલગ ફંડમાંથી શિક્ષકોને પગાર આપે. માસિક વેતન ન મળતા શિક્ષકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.અત્યારે કોરોના મહામારીના કારણે શિક્ષકોને ઘર ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડી રહી હોવાની વાત કરી છે.