મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલ દરેકને કોરોના ટેસ્ટ કરાવવાની અને ક્વોરન્ટિન થવાની અપીલ કરી હતી. શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત થનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. તેમજ ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનઉ જનાર કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ભાજપના વીડી શર્મા તથા તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અંગે ટ્વિટ કરી જણાવ્યુ
શિવરાજસિંહ ચૌહાણે શનિવારે આ અંગે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાનું જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટિન થઈ ગયો છું. મધ્ય પ્રદેશની જાણતા ને અપીલ છે કે સાવધાની રાખે. થોડી પણ લાપરવાહી ખુબજ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
#COVID19 का समय पर इलाज होता है तो व्यक्ति बिल्कुल ठीक हो जाता है। मैं 25 मार्च से प्रत्येक शाम को कोरोना संक्रमण की स्थिति की समीक्षा बैठक करता रहा हूँ। मैं यथासंभव अब वीडियो कांफ्रेंसिंग से कोरोना की समीक्षा करने का प्रयास करूंगा।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
શિવરાજસિંહે જણાવ્યુ હતું કે, કોરોનામાં સાવધાની રાખવાનો મેં ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સમસ્યાઓને લઈને લોકો મળતા હતા. મને મળેલા તમામ લોકોને મારી સલાહ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.
मैं अपने सभी साथियों से अपील करता हूँ कि #COVID19 के ज़रा भी लक्षण आये तो लापरवाही न बरतें, तत्काल टेस्ट कराएँ और उपचार प्रारम्भ करें।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
તેમજ શિવરાજસિંહે જણાવ્યુ હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની સમયસર સારવાર થઈ જાય તો સારું થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોનાની સમીક્ષા બેઠક કરી રહ્યો છું. હવે હું વીડિયો કોંન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરવાનો પ્રયાસ કરીશ.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ 22 જુલાઈના રોજ કેબીનેટ બેઠક કરી હતી. 23 જુલાઈના રોજ મંત્રી ઓમપ્રકાશ સકલેચા તેમજ મંત્રી વિશ્વાસ સારંગ અને ધારાસભ્ય નારાયણ પટેલને મળ્યા હતા.
શિવરાજસિંહનો પહેલા 4-5- વખત ટેસ્ટ કરાયો હતો.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પહેલા પણ 4-5 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરીવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. શિવરાજસિંહ ની સારવાર ચિરાયુ હોસ્પિટલમાં થશે.
કેબિનેટ મંત્રી એયરવિંદ ભાડોરીયા પણ આવ્યા હતા સંપર્કમાં
મુખ્યમંત્રી શિવરાજસિંહ હાલમાં જ સ્ટેટ પ્લેનથી પૂર્વ રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કારમાં ગયા હતા.તેમની સાથે કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરીયા સહિત ઘણા લોકો હતા. ત્યાર બાદ ભદૌરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ચિરાયુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.