ભારતમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, રૂ.80 સુધી ચાર્જ ચૂકવવો પડશે પેસેન્જરે

ભારતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના અંદર આવવાના ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ પણ પેસેંજરે ચૂકવવો પડશે. DRM દીપકકુમાર ઝાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી.લગેજ આ ટનલ માથી પસાર થતા સેનિતાઇઝ થઈ જશે.

આ પ્રમાણે નો ચાર્જ ગ્રાહકે ચૂકવવો પડશે

  • વજન                       સેનિટાઈઝ           રેપિંગ- સેનિટાઈઝ
    10 કિલો સુધી             10 રૂપિયા             60 રૂપિયા
    25 કિલો સુધી             15 રૂપિયા             70 રૂપિયા
    25 કિલોથી વધુ           20 રૂપિયા             80 રૂપિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *