બૉલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનાં સુસાઇડની તપાસ ચાલી રહી છે.ત્યારે બાંદ્રા પોલીસ દરેક એન્ગલથી આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન સમાચાર છે કે પોલીસે જાણીતા ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને પુછપરછ માટે બોલાવ્યા છે. ,મળેલ માહિતી મુજબ રાજીવ મસંદે સુશાંતને લઇને અનેક નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા.અને સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મોને આપતા હતા નેગેટિવ રેટિંગ
સમાચાર છે કે રાજીવે કેટલાકનાં કહેવા પર સુશાંતની ફિલ્મોને નેગેટિવ રેટિંગ આપતા હતા. આ સંદર્ભમાં પુછપરછ માટે રાજીવ મસંદને પોલીસે બોલાવ્યા છે. તેમની પુછપરછ કરીને એ તપાસ કરવામાં આવશે કે આ તમામ આરોપો કેટલા સાચા છે. આ કેસમાં અનેક હાઈપ્રોફાઇલ લોકોની પુછપરછ કરવામાં આવી ચુકી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોલીસ જલદી એ શોધી લેશે કે સુશાંતે કયા કારણોસર આત્મહત્યા કરી. બીજી તરફ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતનાં કેસની સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે.
સુશાંત ની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવતી એ કરી સીબીઆઇ તપાસની માંગ
સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ ઉપરાંત અનેક બોલીવુડ સેલિબ્રિટીએ પણ આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ આ કેસની સીબીઆઈ તપાસની અપીલ કરી છે. રિયા ચક્રવર્તીએ થોડાક દિવસ પહેલા ટ્વીટ કર્યું હતું કે, ‘માનનીય અમિત શાહ જી, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. હવે તેના મોતને એક મહિનો થઈ ગયો છે. મને સરકાર પર ભરોસો છે, પરંતુ ન્યાય માટે હું માંગ કરું છું કે આ કેસની સીબીઆઈ તપાસ કરવામાં આવે. હું જાણવા ઇચ્છુ છું કે સુશાંત પર શું તણાવ હતો, એવું તો શું થયું કે તેણે આટલું મોટું પગલું ભર્યું.’