હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું થશે સરળ,૧ એપ્રિલથી થશે લાગુ

જો તમે હજુ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ન બનાવ્યું હોય કે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂઅલ કરાવવાનું હોય તો તમારા માટે ખુશખબર છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ થઈ જશે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, નવા ડ્રાઈવિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સનું રીન્યુ, જન્મતિથિ કે સરનામું બદલવા માટે હવે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. સરકારની નવી પ્રક્રિયા મુજબ હવે બધા કામ માટે ફક્ત એક જ ફોર્મ ભરવાનું રહેશે. ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાની આ પ્રક્રિયા ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આ ફોર્મ ઓનલાઈન મળી જશે

ઉપર જણાવેલ પ્રક્રિયાઓ માટે આ ફોર્મ ઓનલાઈન મળી જશે. અત્રે જણાવવાનું કે ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમમાં સંશોધન કર્યુ છે. તમામ રાજ્યોમાં ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે નવા નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે. આ અંગે તમામ RTOમાં અરજીકર્તાઓએ પહેલી એપ્રિલથી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં કોઈપણ ફેરફાર કરવા માટે એક જ ફોર્મ ભરવું પડશે.

અરજીકર્તાએ ક્રમમુજબ ૮ જાણકારી આપવી પડશે

નવી વ્યવસ્થા મુજબ અરજીકર્તાઓએ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે વારંવાર નવું ફોર્મ ભરવું પડશે નહીં. જલદી નવું ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. નવા ફોર્મમાં અરજીકર્તાઓએ ક્રમવાર આઠ જાણકારી આપવી પડશે. સૌથી પહેલા ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધી કયુ કાર્ય કરાવવા, બીજા નંબર પર લર્નિંગ કે પરમેનન્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ કયું વાહન ચલાવશો તથા ત્રીજા નંબરે વ્યક્તિગત માહિતી આપવી પડશે. પર્સનલ ડિટેલમાં ચોથા નંબર પર નામ અને પાંચમા નંબર પર એડ્રસ જણાવવું પડશે.

તમામ આરટીઓને આદેશ આપી દેવામાં આવ્યો

છઠ્ઠા પર ડ્રાઈવિંગ લાઈસન્સમાં કયું વાહન જોડવા માંગો છો ( કાર, બાઈક, હેવી વાહન), સાતમા નંબરે સંલગ્ન દસ્તાવેજોનું વિવરણ, આઠમાં નંબર પર હસ્તાક્ષર કરવાના રહેશે. આ નવી વ્યવસ્થા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે લાગુ કરી છે. મંત્રાલયે ગત દિવસોમાં કેન્દ્રીય મોટરયાન નિયમમાં સંશોધન કર્યા બાદ તેની અધિસૂચના જાહેર કરી દીધી છે. વિભાગીય પરિવહન અધિકારી સંજયનાથ ઝાએ જણાવ્યું કે ડીએલના નવા ફોર્મને લાગુ કરવા માટે વિભાગીય પરિવહન અધિકારીઓને આદેશ આપી દેવાયા છે.

ઉંમર અને અડ્રેસ માટે હશે માન્ય

અરજીકર્તાઓની સુવિધા માટે આયુ અને એડ્રસ માટે ૧૦ પ્રકારના પ્રમાણ પત્રોને માન્યતા આપવામાં આવી છે. જેમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, જીવન વીમા પોલીસી, પાસપોર્ટ, શાળા પ્રમાણપત્ર, બર્થડે સર્ટિફિકેટ, રાજ્ય તથા કેન્દ્ર સરકાર અને સ્થાનિક શાખાના કોઈ કાર્યાલયમાંથી જારી પગારની સ્લિપ, મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગીય પરિચય પત્ર સામેલ છે.

નવા કાયદામાં અધિનિયમના રૂલ ૧૦, ૧૪(૧), ૧૭(૧) અને ૧૮ને સમાપ્ત કરી દેવાયા છે. તેના સ્થાન પર નવું ફોર્મ-૨ લાગુ થશે. તમામ કાર્યો માટે અરજીકર્તાએ ફક્ત ફોર્મ ૨ ભરવું પડશે. આ ફોર્મમાં કેટલીક નવી કોલમો પણ આપવામાં આવી છે. જેમાં અરજીકર્તાએ પોતાના આધાર નંબર, ઈમેઈલ અને મોબાઈલ નંબર લખવાના રહેશે.

હાલ આ ફોર્મ ભરવાના હોય છે

ફોર્મ 2- લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ

ફોર્મ 4- પરમેનન્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ

ફોર્મ 8- બાઈકના ડ્રાઈવિંગ લાઈસન્સમાં કારને જોડવાનું

ફોર્મ 9- ડ્રાઈવિંગ લાઈસન્સ નવીનીકરણ

ફોર્મ સ્ટેટ રૂલ્સ-1 – ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ તથા વિવરણ સંશોધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *