બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય કેમરન બેનક્રૉફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે સ્મિથ પ્રતિબંધના કારણે IPL 2018માં રમશે નહિ. ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી શકે છે પરંતુ તેણે કેપ્ટનસી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોલ ટેંપરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કડક વલણ અપનાવતા ટેસ્ટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વાર્નર અને કેમરન બેનક્રાફ્ટને આરોપી બતાવ્યા છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ)ના અધ્યક્ષ જેમ્સ સધરલેન્ડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું છે કે, તપાસ આગામી 24 કલાકમાં પૂરી કરી લેવાશે.
કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નર અને કેમરન બેનક્રૉફ્ટને ચોથી ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીએના સીઈઓ જેમ્સ સદરલેન્ડે આ ત્રણ ખેલાડીઓ સિવાયની બાકી ટીમ અને કોચને ક્લીનચીટ આપતા કહ્યું કે તેઓને આ વિશે ખબર હતી નહિં.
ત્રણેય ખેલાડી બુધવારે ઑસ્ટ્રેલિયા પાછા ફરશે. બીજી તરફ કોચ ડેરેન લેહમનને ક્લીન ચીટ અપાઈ છે, જ્યારે ટીમનો કેપ્ટન ટિમ પેન રહેશે. સીએના અધ્યક્ષ દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગના વિવાદની તપાસ માટે સાઉથ આફ્રિકામાં છે. તેમણે જોહાનિસબર્ગ પહોંચીને ઑસ્ટ્રેલયિન ટીમના કોચ ડેરેન લેહમન, કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે વાતચીત બાદ નિર્ણય લીધો હતો.
સદરલેન્ડે ખચાખચ ભરેલી પ્રેસ કોંફ્રન્સમાં કહ્યું કે, ‘આ ખેલાડીઓ બુધવારે ઓસ્ટ્રેલિયા રવાના થઈ જશે. મેક્સવેલ, રેનશો અને બર્ન્સ આગામી 24 કલાકમાં દક્ષિણ આફ્રીકા પહોંચી જશે.
આ મામલે તપાસમાં તેમની સાથે સીએ એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર ટીમ પર્ફોર્મન્સ પેટ હાર્વડ અને સિનિયર લીગલ એડવાઇઝર ઇયાન રૉય હતા, જે પહેલેથી જ સાઉથ આફ્રિકામાં હાજર હતા. દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ ટેસ્ટ શુક્રવારથી જોહાનિસબર્ગમાં જ રમાશે.