ભાજપના નેતા યશવંત સિંહા એ આજે ભાજપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પટના ખાતેની રાષ્ટ્રમંચના એક કાર્યક્રમમાં યશવંત સિંહાએ ભાજપ છોડવાની સાથે જ ચૂંટણીની રાજનીતિમાંથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી છે. તેમજ યશવંત સિંહ એ જણાવ્યું હતું કે, હું ભાજપ સાથેના મારા તમામ સબંધોનો અંત લાવું છું. તેમજ હાલ હું કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવવાનો નથી. પરંતુ હું લોકશાહીને બચાવવા માટે સતત લડત લડીશ. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ સીનીયર નેતા યશવંતસિંહાએ આજે પટનામાં એક વિરોધી દળની બેઠક પણ બોલાવી હતી.જેમાં આ બેઠકમાં ભાજપથી નારાજ અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા.
આ પ્રસંગે યશવંત સિંહે જણાવ્યું હતું કે દેશમાં અત્યારે લોકશાહી ખતરામાં છે. જેમાં માત્ર એક રાજ્ય ગુજરાતમાં ચુંટણી હોવાથી સંસદનું સત્ર ના મળે તે લોકશાહીની હત્યા સમાન પગલું હતું.
રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ આયોજિત આ બેઠકમાં આરજેડી, ટીડીપી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય લોક દળ સહિત અનેક પાર્ટીઓ સામેલ થઈ હતી. આ બેઠકમાં બિહારના વિપક્ષ નેતા તેજન્દ્ર યાદવ પણ સામેલ થયા હતા.જો કે આ બેઠક માટે ભાજપથી નારાજ શત્રુઘ્નસિન્હા પણ તેમને સાથ આપી રહ્યા છે. યશવંતસિન્હા છેલ્લા અનેક મહિનાથી ભાજપથી નારાજ વિપક્ષી દળોને એકત્ર કરવાની કવાયત કરી રહ્યા છે.
નોંધનીય છે કે યશવંતસિંહાએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂવે ભાજપને ભીંસમાં લીધું હતું. જેમાં તેમણે જાહેરમાં જ મોદી સરકારની નોટબંધી અને જીએસટી જેવા કાયદા અંગે ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશવાસીઓની એ વાત ઉચિત છે કે અરુણ જેટલીએ મુશ્કેલીઓ ઉભી કરી છે.જેના લીધે તેમણે પદ છોડી દેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અરુણ જેટલી ગુજરાતની જનતા માટે બોજ છે. અરુણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ પણ છે. મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા સિંહાએ સરકાર પર આક્ષેપ મુક્યો હતો કેતમામ બાબતોનો વિચાર કર્યા વિના જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંહાએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને નોટબંધી અને જીએસટીના માધ્યમથી એક પછી એક આંચકા આપવામાં આવ્યા છે. સિંહાને નોટબંધી અને જીએસટીના નેગેટીવ અસરો અને અત્યારે અર્થતંત્રની હાલતની ચર્ચા કરવા માટે લોકશાહી બચાવો આંદોલનના કાર્યકર્તાઓએ આમંત્રિત કર્યા હતા. સિંહાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે નાણામંત્રી ગુજરાતથી નથી પરંતુ તે ગુજરાતથી રાજયસભાના સાંસદ છે. જેટલી ગુજરાતની જનતા પર બોજ છે. જો તેમને અહિયાંથી રાજ્યસભામાં મોકલવામાં ના આવત તો એક વધુ ગુજરાતીને રાજ્યસભામાં જવાનો મોકો મળ્યો હોત.
તેમણે અરુણ જેટલી પર વાર કરતા જણાવ્યું જે કે તે માત્ર એક જ વ્યવસ્થા પર વિશ્વાસ કરે છે. કેમાં ચિત્ત પણ મારી અને પટ્ટ પણ મારી. સિંહાએ કહ્યું કે જો જીએસટીના દર નક્કી કરતી વખતે યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આ વિસંગતા અને અરાજકતાથી બચી શકાયું હોત. તે દેશમાં ગંભીર આર્થિક કટોકટી ઉભો કરવાનો શ્રેય લઈ શકે છે તેમજ લોકોની એ માંગ ઉચિત છે કે તેમણે આ પદ છોડી દેવું જોઇએ.