મહારાષ્ટ્રમાં ચાનું કૌભાંડ સામે આવ્યું છે. એક અંદાજ મુજબ રાજ્યના મુખ્ય પ્રધાનના મહેમાન ૧૮,૫૦૦ કપ ચા પી ગયા. એટલે કે ચા પાછળ રૂપિયા 3 કરોડનું બિલ ચૂકવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે અધિકારીઓ અને મહેમાનોને ચા પીવડાવા પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં ધરખમ વધારો કર્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલી એક RTIમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયા ૩ કરોડ ૩૪ લાખ ૬૪ હજારનો ખર્ચ ચા પાછળ કરવામાં આવ્યો છે. જ્યારે ૨૦૧૫-૧૬માં આ ખર્ચ ૫૭.૯૯ લાખ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે CMO ઓફિસ દ્વારા રોજના ૧૮,૫૯૧ ચાના કપની ખપત છે. આ ઉપરાંત કોંગ્રેસે ઉંદર કૌભાંડ અંગે પણ સવાલ કર્યા છે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે મહારાષ્ટ્રની સરકાર એક સપ્તાહમાં 3.19 લાખ ઉંદર મારવાનો દાવો કરી રહી છે.
૨૦૧૭-૧૮ માં આરટીઆઇના જવાબોને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૫-૧૬ માં ચાના ખર્ચમાં રૂ.૫૭,૯૯,૧૫૦ (આશરે રૂ. ૫૮ લાખ) થી ૨૦૧૭-૧૮ સુધીમાં ૩,૩૪,૬૪,૯૦૪, (આશરે ૩.૪ કરોડ) નો વધારો થયો છે.