દિલ્હીમાં રામલીલા મેદાનમાં ખેડૂતો ને લોકપાલ બીલ મુદ્દે અનસન પર બેઠેલા સામાજિક કાર્યકર અન્ના હજારે એ કહ્યું છે કે તે મોદી મુક્ત ભારત માટે શહીદ થવા માટે પણ તૈયાર છે. તેમજ સરકારના લેખિત આશ્વાસન વિના તે આ આંદોલન સમાપ્ત નહીં કરે. અન્ના હજારેને અનસન તોડવા માટે મહારાષ્ટ્રના અનેક મંત્રીઓએ તેમની મુલાકાત લીધી છે. પરંતુ અન્ના હજારેએ તેમને આ અંગે લેખિત બાંહેધરી આપ્યા બાદ જ વિચાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
દિલ્હીમાં રામલીલા મેદાનમાં અન્ના હજારેના અનસન નો આજે ત્રીજો દિવસ છે. તેમણે કહ્યું મોદીએ વાયદા પર યુ ટન માર્યો છે. તેમણે ૩૦ દિવસમાં વિદેશમાંથી કાળા નાણા પરત લાવવાની વાત કરી હતી. પરંતુ લોકો સફેદ નાણા લઈને વિદેશમાં ભાગી રહ્યા છે. ચાર વર્ષ પછી પણ મોદી સરકાર વાયદા પૂર્ણ કરી શકી નથી.તેના પગલે લાગે છે કે મોદી સરકાર દેશને ચલાવવામાં સફળ નથી રહી આ ઉપરાંત દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેમજ તેમને પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી. મોદી સરકાર માત્ર વાતો કરે છે કામ કરવામાં સક્ષમ નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી ના રામલીલા મેદાનમાં અન્ના હજારે જન લોકપાલ બિલ અને ખેડૂતોના મુદ્દે ૨૩ માર્ચ શહિદ દિવસથી ભાજપ સરકાર વિરુદ્ધ અનશન શરૂ કર્યું છે .આ અંગે તેમણે મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધીની એક સભામાં તેનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું કે થોડાક દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દાઓ પર પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી નથી મળ્યો.આ આંદોલનમાં જન લોકપાલ, ખેડૂતોના મુદ્દા અને ચૂંટણી સુધાર જેવા મુદ્દાઓ સામેલ હશે. મેં આ મુદ્દાઓને લઇને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી નથી મળ્યો. અને છેલ્લાં ૨૨ વર્ષોમાં આશરે ૧૨ લાખ ખેડૂતો દેશમાં આત્મહત્યા કરી ચૂક્યાં છે. હું જાણવા માંગું છું કે આ દરમિયાન કેટલાં વેપારીઓએ જીવ આપ્યો?અન્નાના એક સહયોગીએ કહ્યું કે મોદી સરકારે અત્યાર સુધી લોકપાલની નિયુક્તિ નથી કરી. સરકારે આ માટે કેટલાંક ટેક્નીકલ કારણો આપ્યા છે.
લોકપાલ ઍક્ટ પ્રમાણે, લોકપાલના સિલેક્શન માટે વડાપ્રધાન, લોકસભા સ્પીકર, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) અથવા સુપ્રીમ કોર્ટના નોમિનેટેડ જજની કમિટી બનાવવી જોઇએ.જોકે, અત્યારે લોકસભામાં ટેક્નીકલી કોઇ લીડર ઑફ ઓપોઝિશન નથી. એટલા માટે કમિટી બની નથી શકતી અને લોકપાલની નિયુક્તિ અટકેલી છે. કેન્દ્ર સરકારે પણ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને આ જ કારણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે, લોકસભામાં વિપક્ષના નેતા માટે કોઇ પાર્ટીને ૫૪૩ની ૧૦% સીટો જીતવી જરૂરી છે. હાલમાં, બીજેપી પછી સૌથી વધુ ૪૪ સીટો કોંગ્રેસની છે, જે ૧૦%થી ઓછી છે.યુપીએ સરકાર દરમિયાન ઓગસ્ટ, ૨૦૧૧માં દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના ૧૨ દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા.
આ આંદોલનને દેશના હજારો લોકોએ સપોર્ટ કર્યો હતો. તેમની માંગ હતી કે સરકાર લોકપાલ બિલ લાગુ કરીને ભ્રષ્ટાચાર પર લગામ લગાવે.યુપીએ સરકારને લોકપાલ બિલ માટે અન્ના હજારેની માંગ માનવી પડી. અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં બિલ માટે એક કમિટી બનાવવામાં આવી. ત્યારબાદ સરકારે લોકપાલ બિલ પાસ કર્યું.