ઘાસચારા કૌભાંડના દુમકા કોષાગાર કેસમાં આરજેડી સુપ્રીમેં લાલુ પ્રસાદ યાદવ ને દોષી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રને છોડી મૂકવામાં આવ્યા છે. આ પહેલા લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈ કોર્ટ લઈ જવામાં આવ્યા હતા. ગત 17 માર્ચના રોજ જેલમાં તબીયત બગડ્યા બાદ આરજેડી પ્રમુખને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શું છે દુમકા કોષાગાર કેસ?
દુમકામાં પશુપાલન પદાધિકારીઓ, સંસ્થાના અધિકારીઓ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી સપ્લાયરોએ 96 બોગસ વાઉચર બનાવીને ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 દરમિયાન સરકારી તિજોરીમાંથી 3 કરોડ 76 લાખની રકમ ગેરકાયદે રીતે કાઢી હતી. આ રકમ જિલ્લાના ગામડાઓના પશુઓની ખાદ્ય સામગ્રી, દવા તેમજ કૃષિ ઓજારોના નામ પર કાઢવામાં આવી હતી. જ્યારે એ સમયે નાણા ફાળવણીની મહત્તમ મર્યાદા ફક્ત 1 લાખ અને 50 હજાર હતી.અને 49 આરોપીઓમાંથી 14 આરોપી ના મોત થયી ચુક્યા છે.દુમકા કેસ આશરે 22 વર્ષ સુધી સીબીઆઈ કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સીબીઆઈએ 49 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં 200 સાક્ષીઓને રજૂ કર્યા હતા. 49 આરોપીઓમાંથી ત્રણ સરકારી સાક્ષી બની ગયા હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે દુમકાના તત્કાલિકન કમિશ્નર એસએન દુબે પર લાગેલા આરોપ ઉપલી કોર્ટે રદ કર્યા છે.આ કેસમાં સંયુક્ત બિહારના બે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્ર સહિત કુલ 31 આરોપી છે.આ આરોપીઓમાં પૂર્વ સાંસદ, ડો. આરકે રાણા, પૂર્વ મંત્રી વિદ્યાસાગર નિષાદ, તત્કાલિન લોક રેખા સમિતિના અધ્યક્ષ ધ્રુવ ભગત તેમજ જગદીશ શર્માના નામ સામેલ છે.હાલ બિહાર ના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં દેવધર અને ચાઈબાસા કેસમાં સજા ભોગવી રહ્યા છે. દેવધર કેસમાં સાડા ત્રણ વર્ષ અને ચાઈબાસા કેસમાં પાંચ વર્ષની સજા ભોગવી રહ્યા છે.
સીબીઆઈ કોર્ટનો નિર્ણય
લાલુ પ્રસાદ યાદવ,મનોરંજન પ્રસાદ,એમસી વેદી,અજીત કુમાર શર્મા, નંદ કિશોર પ્રસાદ, અરુણ કુમાર સિંહ અને ઓપી દિવાકર ને દોષી ઠરાવ્યા હતા તેમજ જગન્નાથ મિશ્ર,ધ્રુવ ભગત,લાલ મોહન પ્રસાદ અને નિહાલ ચંદ્ર સુવર્ણો ને નિર્દોષ જાહેર કાર્ય હતા.