ફિલ્મ ‘દંગલ’માં ગીતા ફોગાટના બાળપણનો રોલ ભજવનાર એક્ટ્રેસ ઝાહીરા વસીમે તે છેલ્લા કેટલાક વર્ષોથી ડિપ્રેશનનો ભોગ બની હોવાનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ”છેલ્લા ચાર વર્ષમાં આના કારણે મારે અનેકવાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. મારે ડિપ્રેશનના કારણે રોજ એક-બે નહીં પણ પાંચ ગોળીઓ ખાવી પડે છે. પોતાનો અનુભવ જણાવતા ઝાયરાએ કહ્યું છે કે ”હું અનુભવી શકું છું કે આ એક ડિપ્રેશન છે. મને યાદ છે કે મને પહેલો પેનિક એટેક ૧૨ વર્ષની વયે આવ્યો હતો અને બીજો ૧૪ વર્ષે. મને યાદ નથી કે મને અત્યાર સુધી કેટલીવાર આવા એટેક આવ્યા છે. મને એવો અહેસાસ કરાવવામાં આ્વ્યો હતો કે આ ડિપ્રેશન માત્ર ૨૫ વર્ષ કરતા વધારે લોકોને જ થતું હોય છે. ડિપ્રેશન કે એગ્ઝાઇટી કોઈ ભાવના કે અહેસાસ નથી પણ બીમારી છે. હું સાડાચાર વર્ષથી આ સમસ્યા સામે લડી રહી છુ.અત્યારે હું તમામ વસ્તુઓથી અંતર જાળવવા માગુ છું. મારી સોશિયલ લાઇફ, કામ, સ્કૂલ અને સોશિયલ મીડિયા બીજા નંબર પર છે. હું રમઝાનના પવિત્ર મહિનાની રાહ જોઈ રહી છું કારણ કે આ શ્રેષ્ઠ સમય છે. મને દુવામાં યાદ રાખજો.