પુત્રી રાધ્યા ની તસ્વીર શેર કરી એશા દેઓલે, કહ્યું બાળપણ ની યાદ અપાવે છે દીકરી

બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલની દીકરી રાધ્યાની તસવીર છ મહિના પછી સામે આવી છે. ધર્મેન્દ્ર અને હેમાની દીકરી એશાએ પોતાની દીકરીની તસવીર શેર કરતા પોસ્ટ કર્યું હતું, ‘Radhya Takhtani … our darling daughter @bharattakhtani3 #radhyatakhtani’. એશાએ કહ્યું કે રાધ્યા ત્યાં સુધી જ ખુશ રહે છે જ્યાં સુધી તેની પાસે કોઈ કામ જબરદસ્તીથી ન કરાવવામાં આવે. તે ઘણીબધી રીતે મારા જેવી છે. તે જ્યારે દેઓલ સ્ટાઇલમાં મારી સામે જુએ છે ત્યારે મને લાગે છે કે જાણે હું મારી જાતને અરીસામાં જોઈ રહી છું. રાધ્યાનો જન્મ 23 ઓક્ટોબર, 2017ના રોજ થયો હતો. એશા દેઓલે 29 જૂન, 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. એશાએ 2002માં ‘કોઈ મેરે દિલ સે પૂછો’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ભરત તખ્તાની બિઝનેસમેન છે. તે પિતા વિજય તખ્તાનીનો બિઝનેસ સંભાળે છે. તેનો નાનો ભાઈ અમેરિકામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *