બોલીવુડના ઈરફાન ખાનની બ્લેકમેલ ફિલ્મ ૬ એપ્રિલે રિલીઝ થશે. પરંતુ ઈરફાન ખાન બીમારીના કારણે તેમની ફિલ્મનું પ્રમોશન કરી શકતા નથી. મુશ્કેલીના આ સમયમાં ઈરફાનને બોલિવુડના ત્રણ ખાન સલમાન ખાન, આમીર ખાન અને શાહરૂખ ખાનનો સપોર્ટ મળ્યો છે. મળેલ માહિતી અનુસાર, આ ત્રણેય ખાન ઈરફાનની ફિલ્મને પ્રમોટ કરવા માટે ફરીથી સાથે નજર આવશે.મળેલ માહિતી અનુસાર, આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ ત્રણેય એક્ટર્સ ફિલ્મનું પ્રમોશન કરશે. આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે તે તો સમય બતાવશે. પરંતુ જો ત્રણેય ખાન સાથે આવે છે તો હકીકતમાં આ તેમના ફેંસ માટે ટ્રીટ હશે.
ખુબજ ઓછી એવી તક હોય છે જ્યારે આ ત્રણ સ્ટાર્સ સાથે નજર આવે છે. ફર્સ્ટ ટાઈમ તેઓ ૨૦૧૪ માં કોઈ એક ટીવી શોમાં સાથે નજર આવ્યા હતા. આ પ્રથમ એવી તક હતી જ્યારે ત્રણ સ્ટાર્સ એકજ મંચ પર સાથે આવ્યા હતા. આ યાદગાર ક્ષણ લોકોને આજે પણ યાદ છે. ઉલ્લેખનીય છે કે, ઉર્મિલા માતોંડકર અને ઈરફાન ખાનની ફિલ્મ ‘બ્લેકમેલ’ ની સાથે ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પછી કમબેક કરી રહી છે. આ ફિલ્મ બ્લેકમેલમાં ઉર્મિલા માતોંડકર પર એક સોંગ ફિલ્માવામાં આવ્યું છે જેનો વિડીયો રિલીઝ થઇ ગયો છે. સોંગ સામે આવતા જ વાયરલ થઇ ગયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. ઉર્મિલા માતોંડકર આ સોંગમાં તેની ફેમસ ડાન્સિંગ સ્ટાઈલથી એકવાર ફરીથી ઠુમકા લગાવતી નજર આવી રહી છે.
વધુમાં જણાવી દઈએ કે, બોલિવુડના ફેમસ એક્ટર ઈરફાન ખાને તેમની દુર્લભ બીમારીનો સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઈરફાન ખાન ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યુમર (કેન્સર) નો શિકાર થયા છે. આ કેન્સર શરીરનો હોર્મોન પેદા કરનાર ભાગમાં થાય છે. જે એક રેર ડિસીઝ છે. ઈરફા ખાનને તેમની બીમારી વિશે ટ્વીટર પર એક સંદેશ શેર કર્યો છે. થોડા દિવસ પહેલા બોલિવુડ એક્ટર ઈરફાન ખાને તેમની બીમારીને લઈને એક ટ્વીટ કરી બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, તે એક દુર્લભ બીમારીથી ગ્રસ્ત છે. ત્યારબાદ લોકો ઈરફાન ખાનના સ્વાસ્થ્ય પર અલગ-અલગ વાતો કરી રહ્યા હતા.મળેલ માહિતી અનુસાર, ઈરફાન ખાન તેમના ઈલાજ માટે અમેરિકા રવાના થયા છે.