બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી જાણીતા ટોચના અભિનેતા આમિર ખાને જણાવ્યું હતું કે હાલ હું યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ કરી રહ્યો છું.વધુ માં આમીર ખાને જણાવ્યું હતું કે એ સિવાય મેં કોઇ ફિલ્મ કે વેબ સિરિઝાની ઑફર હજુ સુધી સ્વીકારી નથી.
તાજેતરમાં એવા અહેવાલો રજુ થયા હતા કે અક્ષય કુમારે છોડી દીધેલી ટી સિરિઝના સ્થાપક ગુલશન કુમારની ફિલ્મ મોગલ આમિર ખાન કરશે. લગભગ એ જ સમયગાળામાં એવા પણ અહેવાલો પ્રગટ થયા હતા કે આમિર ખાન વિશ્વપ્રસિદ્ધ ચિંતક આચાર્ય રજનીશ ઉર્ફે ઓશોની વેબ સિરિઝમાં ઓશોનો રોલ કરશે.જોકે આમિર ખાને આ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પછી કયો પ્રોજેક્ટ કરવો એ વિશે મેં હજુ કંઇ નક્કી કર્યું નથી. આ બંને રિપોર્ટ કાલ્પનિક છે. મને પૂછ્યા વગર વ્યક્ત કરી દેવાયા હતા.
આમિર ખાનના પ્રવક્તાએ કહ્યું કે કેટલાક ફિલ્મ સર્જકો આ પ્રકારના રિપોર્ટ વ્યક્ત કરીને જે તે ટોચના કલાકારનું નામ વટાવી ખાતા હોય છે. ટોચના કલાકારનું નામ આવવાથી ફિલ્મ સર્જકને કેટલીક સગવડો કે આર્થિક સપોર્ટ મળી રહે છે. પરંતુ આમિર ખાને કોઇ નવી ફિલ્મ કે વેબ સિરિઝ સાઇન નથી કરી. હાલ અમીરખાને માત્ર ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. બાકી બધા અહેવાલો ખોટા છે.