પંજાબ નેશનલ બેન્કમાં આશરે 2 અબજ ડોલરના દેશના સૌથી મોટા નાણાંકીય કૌભાંડમાં CBI તરફથી પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એક અધિકારી એ આ અંગે માહિતી આપતાં કહ્યુંકે, આ મામલે બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંથસુબ્રમણયમની ભૂમિકા મુખ્ય હોવાનું સામે આવી રહ્યું છે, જે અલ્હાબાદ બેન્કના CEO અને MD છે. પીએનબી કૌભાંડમાં સામેલ નીરવ મોદી અને મેહુલ ચોકસી ગીતાંજલિ જેમ્સના માલિક છે અને મુખ્ય આરોપીમાં તેમના નામ રહેલા છે.
મુંબઈની ખાસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં બેન્કના અન્ય અધિકારીઓના નામ પણ સામેલ કરવામાં આવેલ છે. અનંથસુબ્રમણયમ વર્ષ 2015 થી 2017 સુધી પંજાબ નેશનલ બેન્કની MD અને CEO રહ્યા હતા. જે મામલે CBI તરફથી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
તપાસ એજન્સી તરફથી ચાર્જશીટમાં નીરવ મોદી અને તેમના ભાઇ નિશાલ મોદી, પીએનબીના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર કે.વી. બ્રહ્માજી રાવ, સંજીવ શરણ અને જનરલ મેનેજર નિહાલ અહમદનું નામ પણ સામેલ કરવામાં આવેલ છે.