વડાપ્રધાને પોતાના સંવાદમાં રાજનીતિક હિંસા મામલે પહેલી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં વાદ-વિવાદ થવો જરૂરી છે, પરંતુ હિંસા માટે કોઈ જ સ્થાન ન હોવું જોઇએ. રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે. અને તેની શરૂઆત 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી થઈ છે. કર્ણાટકમાં હાલમાં જ એક દલિત કાર્યકર્તાની હત્યા કરવામાં આવેલ છે. જે ઘણી ગંભીર બાબત છે. દેશના લોકો ટેક્નોલોજીનો વિરોધ કરી રહ્યા છે. EVM, આધારકાર્ડનો પણ વિરોધ થઈ રહ્યો છે જે અયોગ્ય છે. આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં કર્ણાટકના ખેલાડીઓના પ્રદર્શનના પણ વખાણ કર્યા હતા. તેમજ બેંગલુરૂના સ્ટાર્ટઅપ હબની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, હાલની કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી આપવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઈન્ડિયા માં યુવાનોને સીધા લાભ પહોંચાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેના માટે તેમણે એક વિડીયો પણ જાહેર કર્યો હતો.