રિપબ્લિક ટીવી ના એમ ડી અર્નબ ગોસ્વામી સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી નો ગુનો નોંધાયો

અલિબાગ ખાતે આવેલ બંગલામાં એક ઇન્ટિરિયર ડિઝાઇનરે શનિવારે સવારે કરેલી આત્મહત્યાના કિસ્સામાં રાયગઢ પોલીસે રીપબ્લિક ટીવીના મેનેજિંગ ડિરેક્ટર અને એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનરની પત્ની દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ભારતીય દંડ સંહિતાની કલમ 306(આત્મહત્યા માટે પ્રેરિત કરવું) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા રાયગઢના એડિ. એસપી સંજય પાટીલે કહ્યું કે, ‘ડિઝાઇનરે રિપબ્લિક ટીવીની ઓફિસમાં ઇન્ટિરિયર ડીઝાઇનિંગનું કામ કર્યું હતું પરંતુ તેને આ માટેની રકમ ચૂકવવામાં આવી નહોતી.’ જોકે રિપબ્લિક ટીવી દ્વારા તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *