ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગથી બે દિવસની અનૌપચારિક શિખર વાર્તા માટે ચીનના વુહાન પહોંચી ગયા છે. અહીં અંદાજે ૨૪ કલાકની અંદર જ નરેન્દ્ર મોદી અને શી જીનપિંગની વચ્ચે ૬ મુલાકાતો થશે. તેમાં એક મુલાકાત ઇસ્ટ લેકમાં બોટ પર પણ થવું છે. આ મુલાકાતોમાં બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારવાની રણનીતિ અને દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યથી સમીક્ષા કરશે. મળેલ માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચીનમાં ખાસ શાકાહારી ખાવાની પણ વ્યવસ્થા કરાઇ છે.
જેમ કે પહેલાં કહેવાઇ રહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને શી જીનપિંગની વચ્ચે માત્ર વન-ટુ-વન મુલાકાત થશે નહીં. બંને નેતાઓની વચ્ચે ઓછામાં ઓછી આવી બે મુલાકાતો પણ થશે. જેમાં બંને પક્ષો સાથે ૬-૬ સભ્યોનું ડેલિગેશન પણ સામેલ હશે. આ બંને મુલાકાતો શુક્રાવારના રોજ જ સંપન્ન થશે. તેમાં પ્રથમ મુલાકાત હવાઇ પ્રોવિન્સ મ્યુઝિયમ થશે જ્યાં એક ખાસ એક્ઝિબિશન આયોજીત કરવામાં આવ્યું છે.
બીજી મુલાકાત ઇસ્ટ લેકના કિનારે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં થશે. ત્યારપછી બંને નેતા ડિનર દરમ્યાન પણ મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકોને સત્તાવાર ડેલિગેશન સ્તરીય મુલાકાત કહેવી ખોટી હશે. આ બેઠકોને લઇ ખાસ મુદ્દા નક્કી કરાયા નથી. જો કે આતંકવાદ કે એનએસજી સભ્ય કે સરહદ વિવાદ તેમાંથી કોઇપણ મુદ્દા હોઇ શકે છે.
આ પહેલાં નક્કી થઇ ચૂકયું છે કે આ અનૌપચારિક વાર્તા દરમ્યાન ન તો કોઇ કરાર પર હસ્તાક્ષર થશે અને ન કોઇ સંયુકત નિવેદન રજૂ થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં બંને દેશ અલગથી સત્તાવાર નિવેદન રજૂ કરી તેને અનૌપચારિક મુલાકાતમાંથી નીકળેલ વસ્તુઓની માહિતી આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની પ્રથમ મુલાકાત શુક્રવારના રોજ બપોરે અંદાજે 3.30 વાગ્યે મ્યુઝિયમ પર થશે.
શનિવારના રોજ મોદી અને જીનપિંગની વચ્ચે 3 વન-ઑન-વન મુલાકાતો થશે. શનિવારના દિવસની શરૂઆત બોટ રાઇડિંગથી પહેલાં ઇસ્ટ લેકના કિનારે વૉકથી થશે. ત્યારબાદ બંને નેતા લંચ માટે ગેસ્ટ હાઉસ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ શાકાહારી ગુજરાતી ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મળેલ માહિતી અનુસાર નરેન્દ્ર મોદી શી જિનપિંગ માટે ગિફ્ટ પણ લઇ આવ્યા છે. શનિવારે લંચ બાદ વડાપ્રધાન મોદીના વુહાનથી પાછા ફરવાની સંભાવના છે. નરેન્દ્ર મોદી અને શી ની આ મુલાકાત પર ચીની મીડિયામાં ઘણી સક્રિયતા છે. ચીની મીડિયા તેને લેન્ડમાર્ક મીટિંગ માની રહ્યું છે. તેમણે આ બેઠક 30 વર્ષ પહેલાંની ડાંગ શાઓપિંગ અને રાજીવ ગાંધીની મુલાકાતની યાદ અપાવી રહ્યા છે.