આસારામ પછી તેના પુત્ર નો નંબર: રેપ કેસ મામલે નારાયણ સાંઈ કોર્ટ માં રજુ

2013 માં સગીરા બળાત્કાર કેસ મામલે બુધવારે આસારામને સજા થયા બાદ તેનો પુત્ર નારાયણ સાંઈને પણ બળાત્કાર કેસમાં આજે (ગુરૂવાર) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરતની બે સાધિકા બહેનોએ આસારામના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મનો કેસ કરેલો છે. આ કેસમાં નારાયણ સાંઈને કોર્ટમાં ગઈ કાલે (બુધવારે) રજૂ થવાનું હતું. પરંતુ પોલીસે સુરક્ષાનું કારણ આપી આજરોજ કોર્ટમાં રજૂ કરવા રજૂઆત કરી હતી. કોર્ટે પોલીસની આ અરજીનો સ્વીકાર કરીને સુનાવણીની તારીખ એક દિવસ આગળ વધારી દીધી હતી.

નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે ૪ વર્ષથી બંધ છે.

નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં લગભગ 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ પર આરોપ લગાવ્યા હતા. નારાયણ સાંઈ પર પીડિતાની નાની બહેને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસ ૧૦ વર્ષ જૂનો હતો. પીડિતાના નિવેદન બાદ અને બીજા ઘણા પુરાવાઓના આધાર પર પોલીસે નારાયણ સાંઈ સામે કેસ દાખલ કર્યો છે.

નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવતા સુરતની બંને બહેનોને આશા અને વિશ્વાસ છે કે તેને પણ ન્યાય જરૂર મળશે. નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જોકે, નારાયણ સાંઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલ સાધિકા રેપ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવમી લાંબી ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે.નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.

ધરપકડ સમયે નારાયણ સાંઈએ શીખનો વેશ ધારણ કર્યો હતો

પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરાયા બાદ નારાયણ સાંઈ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. એફઆઈઆર દાખલ થયાના લગભગ બે મહિના બાદ નારાયણ સાંઈની હરિયાણા-દિલ્હી સીમા પાસે ધરપકડ કરવામાં આવી. ધરપકડ સમયે નારાયણ સાંઈએ શીખનો વેશ ધારણ કર્યો હતો. આટલુ જ નહિ નારાયણ સાંઈએ ધરપકડથી બચવા માટે પોલીસોને 13 કરોડ રુપિયાની લાંચ આપવાની પણ કોશિશ કરી હતી. નારાયણ સાંઈ પાસેથી લાંચ લેવાના આરોપમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર પાસેથી 5 કરોડ રુપિયા અને પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *