ચેક બાઉન્સ અંગે બોલીવુડના એક્ટર રાજપાલ યાદવને જેલ

બોલિવુડના કોમેડિયન એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવી છે. દિલ્હીની કડકડડૂમા કૉર્ટે રાજપાલ યાદવને ૬ મહીનાની જેલની સજા સંભળાવી હતી. જો કે અદાલતે ત્યારબાદ અભિનેતાને જમાનત આપી હતી. 13 એપ્રિલના રોજ રાજપાલ યાદવની સાથે તેની પત્નીને પણ કોર્ટે દોષિત ઠેરવી હતી. અદાલતે અભિનેતાની પત્ની પર પ્રતિ કેસ ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો રાજપાલ અને તેની પત્નીએ આ દંડ ના ભર્યો તો તેમની સજામાં વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજપાલને આ પહેલા ૨૦૧૩ માં નકલી દસ્તાવેજ જમા કરાવવાનાં કારણે તિહાડ જેલની હવા ખાવી પડી હતી હવે સજાનું એલાન કરતી વખતે કોર્ટે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવી છે. રાજપાલ યાદવ સામે ૭ કેસ છે. રાજપાલે પ્રતિ કેસ 1.60 કરોડ રૂપિયા દંડ ભરવો પડશે. ચેક બાઉન્સ મામલે ૧૪ એપ્રિલનાં પણ સુનાવણી થઇ હતી. મુખ્ય ન્યાયાધિશ અમિત અરોડાએ ફિલ્મ બનાવવાનાં નામે 5 કરોડ રૂપિયાની છેતરપીંડિ કરવાના મામલે રાજપાલ યાદવને દોષી ગણાવ્યો હતો. સોમવારે પણ આ કેસની સુનાવણી થઇ હતી.

શું છે સમગ્ર મામલો ?

સમગ્ર મામલો વર્ષ 2010 નો છે જ્યારે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ “અતા પતા લાપતા” માટે 5 કરોડની લોન લીધી હતી, પરંતુ તેણે આ લોન પાછી આપવા માટે જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થઈ ગયા હતા. કંપનીએ તેને 5 કરોડ રૂપિયાની લૉન આપી હતી. એગ્રીમેન્ટ અનુસાર અભિનેતાએ ૮ ટકા વ્યાજ સાથે આ રકમ પરત કરવાની હતી. અભિનેતા આ રકમ ચુકવવામાં 3 વખત નિષ્ફળ ગયો હતો. એગ્રીમેન્ટ રિન્યૂ થતા અભિનેતાએ 11 કરોડ રૂપિયા આપવાનાં નીકળતા હતા, પરંતુ રાજપાલ આ રકમ આપી શક્યો નહોતો.

આરોપ છે કે રાજપાલે વચન આપ્યુ હતુ કે ફિલ્મ રિલીઝ થયા પછી બધા પૈસા પાછા આપી દેશે, પરંતુ રાજપાલ યાદવની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ તેમછતાં રાજપાલ યાદવે રકમ પાછી આપી નહિ. આ જ કારણસર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. કોર્ટે રાજપાલ યાદવને ઘણી નોટિસો પણ મોકલી પરંતુ રાજપાલ યાદવ કોર્ટ પહોંચ્યા નહિ. આ મામલે અદાલતે રાજપાલ યાદવને વર્ષ 2013 માં 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલ્યા હતા. અહેવાલો મુજબ દિલ્હીના લક્ષ્‍મીનગર સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ યાદવ અને અન્ય સામે ચેક બાઉન્સ સહિત સાત અલગ-અલગ ફરિયાદો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *