ઉત્તરપ્રદેશ માં યોગી સરકારના નેતૃત્વમાં પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોનું એન્કાઉન્ટર ચલાવી રહી છે. ગઈ કાલે રાત્રે યુપી પોલીસ અને ગ્રેટર નોઈડા અને મેરઠ અને લખીમપુર ખીરીના ઈનામી ગુંડાઓ વચ્ચે અથડામણ થઈ હતી.
સુત્રો ના જણાવ્યા અનુસાર, પોલીસ અને ગુંડાઓ વચ્ચેની અથડામણમાં ઉત્તરપ્રદેશ ની પોલીસે ત્રણ ગુંડાઓને દબોચી લીધા છે. આ ત્રણેય ગુંડાઓ માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને મેરઠ પોલીસનું ઓપરેશન ક્લિન સતત જારી છે. ગુંડાઓ પર કહેર બનીને ત્રાટકી રહેલી પોલીસને વધુ એક સફળતા હાથધરી હતી. વાસ્તવમાં ચકાસણી દરમિયાન લિસાડી ગેટ પોલીસે બે બાઈકસવાર શકમંદોને રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવારોએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ત્યાર બાદ પોલીસે વળતો જવાબ આપતા ફાયરિંગમાં એક ગેંગસ્ટરને પોલીસની ગોળી વાગવાથી ઘાયલ થયો હતો અને તેનો બીજો સાગરિત અંધારાનો ગેરલાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ઘાયલ ગેંગસ્ટર પર ૧૮થી વધુ લૂંટ અને ચોરીના ક્રિમિનલ દાખલ થયેલા છે.