લંડન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫ દિવસ ના વિદેશ પ્રવાસ માં ફેરફાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનથી જર્મની જવા રવાના થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સલર એન્જલા માર્કેલ સાથે મુલાકાત કરશે.
આ વચ્ચે ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન ખાકાન અબ્બાસી સાથે મુલાકાતની કોઇ શક્યતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રમંડલ દેશના શાસનાધ્યક્ષોના સંમેલનમ (ચોગમ) માં પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી નહોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોગમમાં હાજર રહેવા ચાર દિવસની યાત્રામાં બુધવારે જ બ્રિટેન પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનની ગત ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ મુલાકાત થઇ હતી. આ મુલાકાત ત્યારે થયી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પરત ભારત ફરી રહ્યાં ત્યારે તેમણે લાહોરમાં વિમાન લેન્ડ કરાવી તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની પૌત્રીના લગ્નમાં હાજરી આપી હતી.