ઉત્તરપ્રદેશ માં મહિલાને બંધક બનાવી બે મહિના સુધી ગુજાર્યો બળાત્કાર

કઠુઆ અને ઉન્નાવની ઘટનાને કારણે દેશભરમાં લોકો રોષે ભરાયા છે. અને સરકાર સમક્ષ ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશમાં આવેલા મુઝફ્ફરનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ઘરના ભોંયરામાં બંધક બનાવીને એક ૨૩ વર્ષીય યુવતી સાથે લગભગ ૨ મહિના સુધી ૨ વ્યક્તિઓએ કથિતરીતે સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોલીસ અધિકારી ડી.કે ત્યાગીએ જણાવ્યુ કે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેને બે મહિના સુધી તે સ્થળે રાખવામાં આવી અને એક વ્યક્તિ તથા તેના કાકાએ તેની સાથે સતત ૨ મહિના સુધી કથીક રીતે દુષ્કર્મ આચર્યુ હતું. મહિલા એક ફેબ્રુઆરીએ કોઈક રીતે ઘરમાંથી ભાગવામાં સફળ રહી હતી. પોલીસે આરોપી અને તેના કાકા વિરુદ્ધ FIR દાખલ કરી છે.આ ઘટનાના આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેના કાકા ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાંથી બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *